surat airport

True event of humanity at Surat airport: માતાની અંતિમ વિધિ માં જતી મહિલા ફલાઇટ ચુકી; બાદમાં એક વ્યક્તિ દેવદૂત બની આવ્યા

True event of humanity at Surat airport: આ પરિવાર મજૂરી કરીને કડોદરા વિસ્તારમાં ગુજરાન ચલાવે છે. પરિવારની સ્થિતિ આટલી કફોડી હતી કે તેઓ બીજી ફ્લાઈટથી કોલકાતા જઈ શકાય એમ ન હતું. આ મહિલા એટલી ભાંગી પડી હતી કે, એક ક્ષણ માટે એવું માની લીધુ કે, અંતિમદર્શન પણ માતાના નહીં થાય.

સુરત, 04 જુલાઈ: True event of humanity at Surat airport: સુરત એરપોર્ટના ટર્મિનલ (Surat Air Port Gujarat) બિલ્ડીંગની બહાર ઉભી રહેલી એક મહિલા રડી રહી હતી. મહિલા તેના એક વર્ષના બાળક સાથે ઊભી હતી. આ મહિલાની માતાનું અવસાન થતા કોલકાતા (Flight Surat to Kolkata) જવા માટે ફ્લાઇટની ટિકિટ કરાવી હતી. પણ ભારે વરસાદને કારણે આ મહિલા પોતાની ફ્લાઈટ ચૂકી જતા એક પ્રવાસી અને સ્ટાફે આ મહિલાને રૂ.42000નો ખર્ચો કરીને માતાની અંતિમ વિધિ માટે કોલકાતા રવાના કરી હતી…

સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતી (True event of humanity at Surat airport) એક મહિલાની માતાનું કોલકત્તામાં અવસાન થતા તેને સુરતથી કોલકાતાની ફ્લાઈટ (Surat Air Port Gujarat) નું બુકિંગ કરાવ્યુ હતું. પણ ભારે વરસાદને કારણે આ મહિલા પોતાની ફ્લાઈટ (Flight Surat to Kolkata) ચૂકી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી 15 હજાર સુરત કોલકાતાની ફ્લાઇટ બુક (Kolkata Flight Booking) કરવી હતી. ફ્લાઈટ માટે જ્યારે એ મહિલા પોતાના એક વર્ષ બાળક અને પતિ સાથે સુરત એરપોર્ટ (Surat Air Port Authority) માટે નીકળી ત્યારે વરસાદના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચો..Firing in Copenhagen shopping mall: ડેનમાર્કના કોપનહેગન શોપિંગ મોલમાં અંધાધુંધ ગોળીબાર, ત્રણના મોત

Advertisement

આ પરિવાર સમયસર એરપોર્ટ પહોંચી શક્યો ન હતો. જેના કારણે તેની ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી. મજૂરી કરીને ગુજરાન ચલાવે છેઃ આ પરિવાર મજૂરી કરીને કડોદરા વિસ્તારમાં ગુજરાન ચલાવે છે. પરિવારની સ્થિતિ આટલી કફોડી હતી કે તેઓ બીજી ફ્લાઈટથી કોલકાતા જઈ શકાય એમ ન હતું. આ મહિલા એટલી ભાંગી પડી હતી કે, એક ક્ષણ માટે એવું માની લીધુ કે, અંતિમદર્શન પણ માતાના નહીં થાય.

પણ રોનક નામના પેસેન્જરે 32,672 રૂપિયાની ટીકીટ કરાવી આપી હતી. આ મહિલાને રડતી જોઈ એરપોર્ટના તમામ કર્મચારીઓએ તેમની મદદ કરવા અંગે વિચાર્યું હતું. સ્પાઇસ જેટના મેનેજર સચિન પિલ્લાઈ અને ઈન્ડિગો એરલાઇન્સના મેનેજર અનિસૂર બન્નેએ CISF સાથે વાત કરીને મહિલાને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપ્યો હતો.

Gujarati banner 01

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *