Riverfront Foot Overbridge

Riverfront Foot Overbridge Photos: અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજ બન્યુ આકર્ષણનું કેન્દ્ર- જુઓ ફોટો

Riverfront Foot Overbridge Photos: આ ફુટ ઓવરબ્રિજથી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમના કેન્દ્રો જોડાઇ જશે

અમદાવાદ, 27 ઓગષ્ટઃ Riverfront Foot Overbridge Photos: સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

1 1

વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.આ સમયે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવાયેલા અટલ બ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.

3 1

2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ… બ્રિજની લંબાઈ 300 મીટર… પહોળાઈ 10થી 14 મીટર… RCC ફ્લોરિંગ, પ્લાન્ટર, સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ…

5 1

74.29 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડશે. રંગીન કપડાથી પુલની છત સજાવાઈ છે. તેની રેલિંગ કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલમાંથી તૈયાર કરાઈ છે.

6 1

આ અટલ બ્રિજ અમદાવાદ તથા બહારના પ્રવાસીઓ માટે મોટું ટૂરિસ્ટ સ્પોટ બનશે. 21 માર્ચ 2018માં પુલને બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેશને 25 ડિસેમ્બર 2021 માં અટલ પુલ નામ આપ્યું હતું.

4 1

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે યોજાનારા ખાદી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંતશે.

આ પણ વાંચોઃ Rain forecast Update: રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો, વાંચો શું છે આગાહી

આ પણ વાંચોઃ Non-interlocking function: ઉત્તર રેલવેના માણક નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ, જાણો રદ તથા ડાઇવર્ડ થઇલી ટ્રેન

Gujarati banner 01