rainy sky

Rain forecast Update: રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો, વાંચો શું છે આગાહી

Rain forecast Update: 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા

ગાંધીનગર, 27 ઓગષ્ટ: Rain forecast Update: ગુજરાતના લગભગ તમામ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી. ગુજરાતમાં વધુ એકવાર ચોમાસાનો રાઉન્ડ આવશે. હવામાન આગાહીકાર અંબાલાલ વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમા હજુ વરસાદ ગયો નથી. રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે.

આ પણ વાંચોઃ Non-interlocking function: ઉત્તર રેલવેના માણક નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ, જાણો રદ તથા ડાઇવર્ડ થઇલી ટ્રેન

સૌરાષ્ટ્ર અને દ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે. તો હાલ ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નથી.

હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. રવિવાર અને સોમવાર બે દિવસ ગુજરાતમાં વરસાદ ઘટશે. અમદાવાદનું તાપમાન મહત્તમ 34 ડિગ્રી સુધી જઈ શકે છે. 

આ પણ વાંચોઃ Last day of Sravan at Ambaji: શ્રાવણ માસના અંતિમ દિવસમાં અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી

Gujarati banner 01