Demand to remove AAP candidate

AAP demanded the removal of Naroda candidate: આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, નરોડા વિધાનસભાના ઉમેદવારને દૂર કરવા કાર્યકરોએ કરી રજુઆત

AAP demanded the removal of Naroda candidate: મહામંત્રી મનોજ સોરઠીયાએ કાર્યકરોને કહ્યું કે ઉમેદવાર યોગ્ય રીતે કામગીરી નહિ કરે તો ખસેડી દઈશું.

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ AAP demanded the removal of Naroda candidate: આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.જ્યારે આમ આદમી પાર્ટીએ નરોડા વિધાનસભાની બેઠક ઉપર બે માસ અગાઉથી જાહેર કરેલા ઉમેદવારની કામગીરી અને તેના વર્તનના કારણે કેટલા સ્થાનિક કાર્યકરોએ ઉમેદવાર બદલવા ઝુંબેશ ઉઠાવી છે.મંગળવારે કેટલાક કાર્યકરો પક્ષના નેતા સાથે મળી ચર્ચા કરી હતી.આજ પછી જો આ ઉમેદવાર સારી રીતે કામ નહીં કરે તો તેના સ્થાને અન્યની પસંદગી કરવાની ખાતરી આપી હતી.

નરોડા વિધાનસભામાં સિંધી અને ગુજરાતી સમાજના સૌથી વધુ મતદારો છે.આ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપ માંથી ધારાસભ્ય તરીકે ગોપાલદાસ ભોજવાની,ખૂબચંદ થાવાની,ડો.માયાબેન કોડનાની,ડો.નિર્મલાબેન વધવાની અને બલરામ થાવાની જીતીને આવેલા છે.જ્યારે આમ આદમી પાર્ટીએ ઓમ પ્રકાશ તિવારીને ટિકિટ આપી છે.

આ પણ વાંચોઃ Picture of PM made from wheat grain: ભાવનગર ખાતે PM મોદીને સૌથી મોટી સાઇઝના ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર ભેટ

આ પહેલા પણ કોંગ્રેસ માંથી ઓમ પ્રકાશ તિવારી ને ટિકિટ આપી હતી.જે ભાજપ સામે હારી ગયો હતો.આ વખતે ફરી આમ આદમી પાર્ટીએ ઓમ પ્રકાશ તિવારી ઉપર ભરોસો મુક્યો છે. ત્યારે પક્ષ પલટું ઉમેદવાર સામે કેટલાક કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો છે.સ્થાનિક કાર્યકરોએ પક્ષના મહામંત્રી મનોજ સોરઠીયાને મળી રજુઆત કરી હતી કે,છેલ્લા વીસ વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ તે પક્ષનો રહ્યો નથી.

ક્યારેક પણ પક્ષ બદલી નાખે તેમ છે.સ્થાનિક કાર્યકરોને ગણકારતા નથી.કોંગ્રેસના જ કાર્યકરો લાવી ભાંગફોડ કરી રહ્યા છે.બે માસ બાદ પણ કોઈ કામગીરી કરતા નથી.કાર્યકરો સાથે સીધી રીતે વાત કરતા નથી.ચૂંટણીમાં અત્યાર સુધી કોઈ ખર્ચ પણ કરતો નથી.આવા ઉમેદવારને બદલવામાં નહિ આવે તો સામુહિક રાજીનામુ આપવાની ચીમકી આપી હતી.

ત્યારે મનોજભાઈ સોરઠીયાએ કાર્યકરોને આશ્વસન આપ્યું હતું કે,અમારી ટીમ તેના કામ અને વર્તનની તપાસ કરી રહી છે.હવે પછી તેની કોઈ ફરિયાદ આવશે તો ઉમેદવાર બદલી કરવાની પણ વાત કરી હતી. હવે એ જોવાનું રહ્યું કે,આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં શુ પગલાં ભરશે.જ્યારે સ્થાનિક લોકોના મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે,આ ઉમેદવારને ટિકિટ આપી ભાજપ માટે રસ્તો મોકળો કરી આપ્યો છે.

આ પણ વાંચોઃ Surya gujarat yojana: સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો

Gujarati banner 01