Picture of PM made from wheat grain: ભાવનગર ખાતે PM મોદીને સૌથી મોટી સાઇઝના ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર ભેટ

Picture of PM made from wheat grain: લોકભારતી દ્વારા સંશોધિત સૌથી મોટી સાઈઝના પ્રાકૃતિક લોક-1 જાતના ઘઉંના દાણામાંથી બનાવવામાં આવ્યું વડાપ્રધાનનું ચિત્ર

ગાંધીનગર, 29 સપ્ટેમ્બરઃ Picture of PM made from wheat grain: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. સવારે સુરતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેમણે ભાવનગર ખાતે પણ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મુલાકાત દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ નોબેલ પુરસ્કૃત ડૉ. નોર્મલ બૉરલોએ જેને વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરૂદ આપેલ છે તેવા ગુજરાતની લોકભારતી સંસ્થા દ્વારા સંશોધિત પ્રાકૃતિક લોક-1 ઘઉંની જાતના દાણામાંથી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે.

c14761c6 27e1 4781 b166 8cf16b72489b

આ પણ વાંચોઃ Surya gujarat yojana: સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો

70b0ce03 08aa 4c42 995b c5f813b8a622

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકભારતી ભારતની એકમાત્ર એવી સંસ્થા છે, જેણે ઘઉંની લોક-1 જાતનું સંશોધન કર્યું છે. વર્ષ 1981 થી ભારતની ઘઉંની તમામ જાતોમાં આ જાત સર્વશ્રેષ્ઠ છે. આ એક માત્ર જાત એવી છે કે, જે છેલ્લા 40 વર્ષથી ટકેલી છે તેમજ હજુપણ અસ્તિત્વ ધરાવે છે.

દેશના 16 રાજ્યોમાં 30 લાખ હેક્ટર વિસ્તારમાં લોક-1 જાત ઉગાડવામાં આવે છે. લોક-1 નો ઉપયોગ કરીને ખેડૂતો 8 ટકા વધુ ઉપજ પ્રાપ્ત કરી શકે છે, જેના કારણે વાર્ષિક રાષ્ટ્રીય નફો રૂપિયા 200 કરોડ સુધીનો પ્રાપ્ત થાય છે. દેશની હરિયાળી ક્રાંતિમાં અને ખાદ્ય સુરક્ષામાં આ એક અભૂતપૂર્વ યોગદાન છે.

24290c93 72ff 4a57 83f7 aba04323f4eb

આ પણ વાંચોઃ Neeraj chopra garba video: ગરબાના તાલે ઝુમ્યો ગોલ્ડન બોય નીરજ ચોપરા

Gujarati banner 01