ee6cf213 d65e 496c 9c04 6a51cbbdc6e1 1

તાઉ-તે વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટઃ સીએમ રુપાણીએ(CM rupani) જિલ્લા તંત્રો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ, સાથે લોકોને કરી ખાસ અપીલ

  • સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ છે:-મુખ્યમંત્રી(CM rupani)
  • દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે
  • પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત જિલ્લા કલેકટરોના સંકલનમાં રહિને કરે છે
  • દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ઘરમાં જ રહેવા અપિલ
  • પ્રધાનમંત્રી-ગૃહ મંત્રીએ ગુજરાતની સંભવિત વાવાઝોડાની આફત સામે કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદ માટે ખાતરી આપી છે
  • એરફોર્સ-નેવી-આર્મીને જરૂર જણાયે મદદ માટે તૈયાર રહેવા કેન્દ્ર સરકારની સૂચના
  • રાજ્ય સ્તરીય કંટ્રોલરૂમ 24×7 કાર્યરત કરી દેવાયો
  • વાવાઝોડાને પરિણામે વીજ પુરવઠાને અસર પડે તો સ્ત્વરે દુરસ્તી કામ માટે ૬૬૧ જેટલી ટીમ તૈયાર
  • ૭૪૪ આરોગ્ય ટીમ-૧૬૦ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ-૬૦૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ જરૂર જણાયે સેવામાં લઇ શકાય તે માટે ખડેપગે છે
  • કોરોના-કોવિડની સારવાર લઇ રહેલા દરદીઓ માટે સ્પેશ્યલ કેર કરીને ૧૪૦૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં પાવર બેક અપ ડી.જી. સેટ તૈયાર રાખવા સૂચનાઓ આપી
  • ૧૦૦૦ ટન એકસીજનની જરૂરિયાત સામે ૧૭૦૦ ટન વધારાનો જથ્થો સુરક્ષિત કર્યો
  • રેમડીસીવીર ઇન્જેકશનો પણ દરિયાકાંઠાના જીલ્લાઓમાં મોકલી દેવાયા

અહેવાલઃ સીમપીઆરઓ

ગાંધીનગર, 17 મેઃ ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને લઈને સીએમ વિજય રૂપાણી(CM rupani)ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે.જેમાં વાવાઝોડાની સ્થિતિથી માંડીને થનારી અસરો પર ચર્ચાઓ થઈ હતી. હોસ્પિટલમાં વીજ પૂરવઠાથી માંડીને દરિયાકાંઠાના ગામડામાં સ્થળાંતર કામગીરી પર બેઠકમાં ચર્ચાઓ થઈ. બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે સરકાર બધી રીતે સજ્જ છે. વાવાઝોડા બાદની સ્થિતિને પહોંચી વળવા માટે આખરી ઓપ આપી દેવાયો છે. કાંઠા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે.

CM rupani

ગુજરાત પર તોળાઇ રહેલા તાઉ-તે વાવાઝોડાના સંકટ અંગે સીએમ રૂપાણી(CM rupani)એ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ વાવાઝોડાની તીવ્રતા વ્યાપક છે પરંતુ તંત્ર તેના માટે સજ્જ છે. સીએમ કહ્યું કે વાવાઝોડુ ત્રાટકવાનું નક્કી હોવાથી તંત્ર એલર્ટ છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અઢી લાખ લોકોનું સ્થળાંર કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન પડે તેનું પૂરતુ ધ્યાન આવામાં આવ્યું છે. તમામ કાચા મકાન વાળા લોકોનં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને લઈને સીએમ વિજય રૂપાણી(CM rupani)ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન થયુ છે.વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સ્થાનિક અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી વિવિધ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ બેઠકમાં સામેલ છે.સીએમ વિજય રૂપાણી જિલ્લા કલેકટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંવાદ કરે તેવી પણ સંભાવના છે.

સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાને લઈને દરિયાકાંઠાના વિસ્તારોથી માંડીને ગાંધીનગર સુધી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે..ખાસ કરીને ગાંધીનગરમાં 24 કલાક ચાલુ રહેતો કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.જ્યાં વાવાઝોડા અને સરકારી તંત્રે કરેલી તૈયારીઓ પર નજર રાખવામાં આવી રહી છે..અને કલેકટરથી લઈને તમામ અધિકારીઓ સાથે સંપર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

CM rupani

તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.હવે આ વાવાઝોડુ ર૧૦ કિલોમીટર સુધીની અતિઘાતક સ્પીડે ત્રાટકી શકે છે.  રાતે  આઠથી ૧૧ વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે. કેટલાંક વિસ્તારમાં બસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો છે. આ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર ર૬૦ કિમી દૂર છે. જ્યારે દીવથી માત્ર રર૦ કિમિ દૂર આ વાવાઝોડુ રહ્યુ છે.આ વાવાઝોડુ ૧પ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ  15 જિલ્લામાં ૧૭પથી ર૧૦ કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.

આ પણ વાંચો….

આ કંપનીએ તૈયાર કરેલા પ્રથમ બે ‘મેડિકલ-ગ્રેડ oxygen generation unit’ સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલને અર્પણ કર્યા..!