Delhi and Punjab CM will come to Gujarat: દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી આવતીકાલે અમદાવાદ આવશે, કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓને સંબોધશે
Delhi and Punjab CM will come to Gujarat: ગુજરાતનું એક એક વ્યક્તિ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પ્રેમ કરવા લાગ્યો છે.
અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ Delhi and Punjab CM will come to Gujarat: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક જબરજસ્ત લહેર આવી છે. માત્ર ગુજરાત જ નહીં આખા દેશના તમામ લોકોની નજર આજે ગુજરાત પર છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એક મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવી છે. નિયમિત રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. તમામ વર્ગ અને તમામ વિષયો ઉપર આમ આદમી પાર્ટીના વિઝન ગેરંટીના માધ્યમથી રજૂ કરી રહ્યા છે. ગુજરાતનું એક એક વ્યક્તિ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પ્રેમ કરવા લાગ્યો છે.
ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે. તે જોતા ભાજપની અંદર એક અલગ બોખલાહટ આવી ગઈ છે, ડરનો માહોલ ફેલાઈ ગયો છે. જે લોકોએ 27 વર્ષ સત્તામાં બેસીને મજા લૂંટી છે તે બધા જ લોકો હવે એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે. પાછલા દિવસોમાં ટાઉનહોલના માધ્યમથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું વિઝન અને ગેરંટીઓ રજૂ કરી છે. આ ગેરંટીઓ ગુજરાતના લોકોને ખૂબ પસંદ આવી છે અને ગુજરાતના તમામ લોકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ગેરંટી રજીસ્ટ્રેશનનું કામ ગુજરાતમાં ચાલુ છે અને લાખોની સંખ્યામાં લોકોએ પોતાનું નામ નોંધાવ્યું છે.
જે રીતે આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી મફત આપવા માટે, સારી શિક્ષણ વ્યવસ્થા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ વગેરે વ્યવસ્થા આપવા માટેની જે ગેરંટીઓ આપી છે એ ગેરંટીમાં ખાસ કરીને મહિલાઓને ખૂબ ઉત્સાહ છે. કારણ કે ઘરની વ્યવસ્થા મહિલાઓ સંભાળે છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ પોતાનું નામ ખૂબ જ નોંધાવ્યુ છે અને સોશિયલ મીડિયામાં જોઈએ તો પુરુષો આમ આદમી પાર્ટીને ખૂબ સહકાર આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકોને વધુ એક સારી ગેરંટી આપવા માટે અને આમ આદમી પાર્ટીનું વિઝન રજૂ કરવા માટે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 25 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પધારી રહ્યા છે.
આવતીકાલે 25 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું આગમન થશે અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતપોતાની સરકારમાં કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓ અને આઉટસોર્સના કર્મચારીઓને ન્યાય આપ્યો છે. પંજાબમાં સરકાર બનતાની સાથે જ 35,000 કરતા પણ વધારે અલગ અલગ કર્મચારીઓને ન્યાય અને અધિકાર આપવામાં આવ્યા છે. હમણાં જ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ 8000 કરતા પણ વધારે કોન્ટ્રાકચ્યુઅલ શિક્ષકોને કાયમી દરજ્જો આપી આખા દેશની અંદર એક નવું ઉદાહરણ સાબિત કર્યું છે કે સરકાર ઈચ્છે તો કાયમી નોકરી આપી શકે છે. એવી જ રીતે દિલ્હી જલ બોર્ડના કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓ જે છે એમને પણ અરવિંદ કેજરીવાલજીએ કાયમી કર્મચારી તરીકે નોકરી આપી છે.
ગુજરાતમાં પણ લાખોની સંખ્યામાં કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓ તરીકે લોકો કામ કરી રહ્યા છે. ભાજપ સરકાર કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સનાનું ભયંકર શોષણ કરી રહી છે. આઉટસોર્સના કર્મચારીઓ આજના દિવસોમાં ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરાતના કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓ માટેનો કાર્યક્રમ આયોજિત કરેલ છે જેને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે.
હાલ અલગ અલગ વર્ગથી જોડાયેલા યુવાનો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. કોઈ સરકારી નોકરી માટે, કોઈ ભરતી માટે, કોઈ પેપર લીકની વિરોધમાં એમ હજારો લાખો યુવાનો આજે અલગ અલગ વિષયને લઈને આંદોલન પર ઉતર્યા છે. ત્યારે એક બીજા કાર્યક્રમના માધ્યમથી યુવાનોને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે.
વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને કે આપણા ગલી મોહલ્લાને સાફ અને સ્વચ્છ રાખવાનું કામ આપણા સફાઈ કામદારો કરે છે. પરંતુ આપણા સફાઈ કામદારોને આજ દિવસ સુધી એમના હક કે એમના અધિકાર કે એમને જે મળવું જોઈએ એ મળ્યું નથી. ઉલ્ટાનું એમની વાત પણ કોઈ સરકાર સાંભળી રહી નથી. સફાઈ કામદારોએ હડતાળ પર જવું પડે છે છતાં એમની વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બે મુખ્યમંત્રી એક સાથે સફાઈ કામદારોની વાત સાંભળશે. એમ ત્રીજો સંવાદ કાર્યક્રમ સફાઈ કામદારો સાથે યોજાશે.
આમ કાલે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અમદાવાદ આવીને ત્રણ અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી યુવાનો, કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓ અને સફાઈ કામદારો સાથે સંવાદ કરશે, ચર્ચા કરશે. અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવાનું જે મિશન છે એમાં તે સૌને સહભાગીદાર બનાવવા માટે આહવાન કરશે.
આ પણ વાંચોઃ CNG Terminal Bhavanagr: વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો કરશે શિલાન્યાસ
