CNG Terminal Bhavanagr

CNG Terminal Bhavanagr: વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો કરશે શિલાન્યાસ

CNG Terminal Bhavanagr: આ CNG પોર્ટ ₹4024 કરોડના રોકાણ સાથે ક્લિન એનર્જીથી ઉર્જાની માંગને પહોંચી વળશે

  • પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન પણ કરશે
  • ભાવનગર ખાતે સ્થિત ₹100 કરોડનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર 20 એકરમાં ફેલાયેલું છે

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર: CNG Terminal Bhavanagr: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે.

ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જારી કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશીયલ પર્પસ વેહિકલ છે.

CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની વિશેષતાઓ

આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

08540c4e c7e7 4df5 96c7 bcc6c9918243

આ બંદરમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે, જે હાલના રોડવે અને રેલ્વે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ પણ વાંચોઃ India vs australia second T20 match: ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી, કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર 46 રન ફટકાર્યા

આ બંદર ઓછા આંતરિક અંતરની મુસાફરીમાં વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગ સાથે ઘણા આર્થિક લાભો અને ખર્ચમાં પણ બચત કરી આપશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે અને આનુષંગિક પોર્ટ સંબંધિત સેવાઓની તકોમાં પણ વધારો કરશે.

તદુપરાંત, CNG ઇમ્પોર્ટ ટર્મિનલ ક્લીન એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઊર્જાનો વધારાનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડશે. પ્રમોટર્સ દ્વારા UAEના રાસ અલ ખાઈમાહ સ્થિત RAK ગેસ સાથે સીએનજીના પુરવઠા અને સીએનજી નિકાસ ટર્મિનલના વિકાસ માટે પહેલેથી જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. CNG ની સપ્લાય મિકેનિઝમ એકવાર કાર્યરત થઈ જાય તો તે ક્રાંતિકારી વાત હશે, જે ભારતને નાના પાયાના અને વણવપરાયેલા ગેસના જથ્થાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.

પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે.

આ સાથે જ, વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (RSC) ભાવનગર દાસ નાળા, નારી ગામ, અમદાવાદ હાઈવે, ભાવનગર પાસે આવેલું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિશેષતાઓ

થીમ-આધારિત ગેલેરીઓ:

ભાવનગર અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની આસપાસના વિસ્તારમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિકાસને ધ્યાનમાં રાખીને, રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે નવીન પ્રદર્શનો સાથે કેટલીક થીમ-આધારિત ગેલેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મરિન એક્વેટિક ગેલેરી:

• ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોથી પ્રેરિત, મરીન એક્વેટિક્સ ગેલેરી દરિયાઈ જળચર પ્રજાતિઓ અને દરિયાઈ જીવનના વૈજ્ઞાનિક અભ્યાસના ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
• મુલાકાતીઓ અહીં જળચર સૃષ્ટી અને દરીયાઈ ઇકો-સિસ્ટમ વિશે જાણી શકે છે.

2bfbeccd b124 462c 8d96 74d1ea4a8942

ઓટોમોબાઈલ ગેલેરી:

• આ ગેલેરી IC એન્જિનથી લઈને એરોપ્લેન અને હાઈડ્રો મોબિલિટી સુધી, ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ વિજ્ઞાનની વિશાળતાને આવરી લે છે
• ગેલેરીમાં વર્કશોપની જગ્યાઓ પણ છે જ્યાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ ઘટકો સાથે સંકળાયેલા ઘટકો પર હાથ અજમાવી શકે છે.

નોબલ પ્રાઈઝ ગેલેરી- ફિઝિયોલોજી અને મેડિસિન:

• ફિઝિયોલોજી અને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ખાસ ગેલેરી
• આ ગેલેરી નોબેલ પારિતોષિકના તમામ 224 પ્રાપ્તકર્તાઓને સમર્પિત છે કે જેમના યોગદાનથી આ ક્ષેત્ર આગળ વધ્યું છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ વિજેતાઓના યોગદાન વિશે જાણીને, આ ગેલેરી વિદ્યાર્થીઓમાં ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રે રસ પેદા કરશે.

10b68ef9 44f0 4c80 af22 ec9f6c2b6467

ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી:

• આ ગેલેરી વીજળી અને ચુંબકત્વ અને તેના આંતરપ્રક્રિયા પાછળના વિજ્ઞાનની વિભાવનાઓને દર્શાવવાની નવીન રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
• મુલાકાતીઓ હોલ ઓફ ટેસ્લા, મેગલેવ અને બુલેટ ટ્રેન વર્કિંગ ડેમોન્સ્ટ્રેશન મોડલથી મંત્રમુગ્ધ થઈ જશે, જે આ ગેલેરીની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.

બાયોલોજી સાયન્સીસ ગેલેરી:

• બાયોલોજી ગેલેરી જીવવિજ્ઞાનની વ્યાપકતાઓને આવરી લે છે, જેમાં સામાન્ય જૈવિક વિભાવનાઓ અને સ્પિશિસ સ્પેસિફિક હેબિટાટ બાયોલોજીને આવરી લેવામાં આવ્યું છે.
• આ ગેલેરીમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, સ્કેલ કરેલ મોડેલ્સ અને ઇન્ફોગ્રાફિક્સ હશે, જે યુવાન દિમાગમાં જીવવિજ્ઞાનના ખ્યાલોનો સુંદર રીતે સંચાર કરશે.

28f6ab47 6c8c 48fd 91cc 5cc11309f1e9

આવી થીમ-ગેલેરીઓ ઉપરાંત, એનિમેટ્રોનિક ડાયનોસોર, વિજ્ઞાન થીમ આધારિત ટોય ટ્રેન, નેચર એક્સપ્લોરેશન ટુર, મોશન સિમ્યુલેટર્સ, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી અને અન્ય આવા આઉટ-ડોર ઇન્સ્ટોલેશન્સ થકી ભાવનગરનું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે સંશોધન અને એક્સપ્લોરેશન માટે એક ક્રિએટિવ પ્લેટફોર્મ પૂરું પાડશે.

વડાપ્રધાન APPL કન્ટેનર (AAWADKRUPA PLASTOMECH PVT. LTD) નું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની ‘મેક ઈન ઈન્ડિયા’ની જાહેરાત બાદ, ભારત સરકારે ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબની સ્થાપના કરી હતી. પ્રથમ પ્રોટોટાઇપ કન્ટેનર 2019 માં બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓને નોટિસ, અન્ય નેતાઓને પર નજરે ચડ્યા

Gujarati banner 01