election commissinor

Gujarat election date declaired: ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન જાણો ક્યારે થશે મતદાન, ક્યારે આવશે રીઝલ્ટ

Gujarat election date declaired: 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં યોજવામાં આવશે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ઈલેક્શન થશે.

નવી દિલ્હી, 03 નવેમ્બર: Gujarat election date declaired: ગુજરાત વિધાનસભાની 182 બેઠકોને લઈને આજે ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આગામી પ્રથમ તબક્કામાં 1 ડીસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડીસેમ્બરે મતદાન યોજવામાં આવશે. ચૂંટણીનું પરીણામ 8 ડીસેમ્બરે યોજવામાં આવશે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેની રાહ જોવાતી હતી ત્યારે આ ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં યોજવામાં આવશે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ઈલેક્શન થશે.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા વધુમાં કહ્યું કે, 18 ફેબ્રુઆરી 2023ના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. દરેક જગ્ચાએ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે તેમને તૈયારીઓને લઈને પણ મહત્વની વાત કહી હતી. મોરબી દૂર્ઘટનાને લઈને પણ ચૂંટણીપંચે શોક વ્યક્ત કર્યો હતો. 

આ પણ વાંચોPM Modi Gujarat Program: PM Modi ફરી આવશે ગુજરાત, જાણો શું હશે કાર્યક્રમ?

ગુજરાતમાં 4.9 કરોડ મતદારો, આ છે તૈયારી

  • ગુજરાતમાં 4.9 કરોડ મતદારો નોંધાયા 
  • 1274 પોલિંગ સ્ટેશનો હશે જ્યાં મહિલાઓ જ કાર્યરત રહેશે. 
  • 9.87 લાખ મતદારો 80 વર્ષથી ઉપરના
  • તમામ પોલિગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. 
  • 50 ટકા મતદાન બૂથો પર જીવંત પ્રસાણ કરવામાં આવશે. 
  • દરેક જિલ્લામાં એવું પોલીંગ બૂથ હશે જ્યાં સૌથી નાની વયના કર્મચારીઓ કાર્યરત રહેશે. 
  • ગીરના જંગલમાં એક મતદાતા માટે ખાસ વ્યવસ્થા કરાશે 
  • વાગરામાં સીટિંગ કન્ટેનરમાં એક બૂથની વ્યવસ્થા હશે


142 જનરલ સીટો 

જનરલ 142 બેઠકો
એસસી 14 બેઠકો 
એસટી 23 બેઠકો  

રાજ્યમાં 10 હજાર 460 મતદારો 100 વર્ષથી ઉપરના મતદારો

1417 ટ્રાંસજેન્ડર મતદાતાઓ નોંધાયા, ગત વખત કરતા ડબલ થયા મતદારો. આ ઉપરાંત 4 લાખ 4 હજાર 800થી વધુ દિવ્યાંગ મતદારો, 10 હજાર 460 મતદારો 100 વર્ષથી ઉપરના  મતદારો છે. 24 હજાર નવા મતદારો ઉમેરાયા છે. 27 હજારથી વધુ સર્વિસ મતદારો નોંધાયા છે.

Gujarati banner 01