Mayawati election speech: ઘણા સમય બાદ માયાવતીએ સભાસંબોધી, કાનપુરમાં બસપા સુપ્રીમોએ ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર
Mayawati election speech: બસપા (BSP) સુપ્રીમો માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આ બંને પાર્ટીઓ ધનવાનો પાસેથી ફંડ લઈને ચાલનારી સરકાર છે

નવી દિલ્હી, 11 મેઃ Mayawati election speech: લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેકો પર મતદાન થયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે 13મી મેએ મતદાન થવાનું છે. તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો, દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો ધમધોકાટ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બહુજન સમાજવાદી પાર્ટી (Bahujan Samaj Party)ના વડા માયાવતીએ આજે કાનપુરમાં જાહેરસબા સંબોધી હતી.
આ દરમિયાન તેમણે EVMનો મુદ્દો ઉછાળી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. માતાવતીએ રમઈપુરના મગરાસા ગામમાં ચૂંટણી સભામાં કહ્યું કે, જો આ વખતે ઈવીએમમાં ગડબડ થઈ તો પરિણામો નિશ્ચિતરૂપે સારા આવશે. તેમણે કાનપુરના ઉમેદવાર કુલદીપ ભદૌરિયા અને અકબરપુરના ઉમેદવાર રાજેશ દ્વિવેદીના સમર્થનમાં જનસભા સંબોધી હતી.
लोकसभा क्षेत्र #अकबरपुर में आयोजित विशाल रैली में राष्ट्रीय अध्यक्ष, बसपा मा. बहन कु. @Mayawati जी का मार्गदर्शन एवम् आशीर्वाद प्राप्त हुआ ।
— Rajesh Kumar Dwivedi BSP (@rkdwivedibsp) May 10, 2024
जनसभा में विशाल संख्या में उपस्थित होकर ऐतिहासिक रूप से सफल बनाने हेतु सभी बंधुओं एवम् पार्टी पदाधिकारियों का हृदय से आभार ।#जय_भीम pic.twitter.com/QicfQzSaAr
બસપા (BSP) સુપ્રીમો માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આ બંને પાર્ટીઓ ધનવાનો પાસેથી ફંડ લઈને ચાલનારી સરકાર છે, જ્યારે બસપા ક્યારે આવું કરતી નથી. બસપા કાર્યકર્તાઓના સહયોગથી અને જન્મ દિવસે જે થોડું થોડું ફંડ એકત્ર થાય છે, તે નાણાં પાર્ટીમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ ધનવાનોના નાણાંથી ચૂંટણી લડે છે.’

માયાવતીએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ અગાઉ સત્તામાં હતી, ત્યારે તે ED સહિત સરકારી તંત્રનો દુરુપયોગ કરતી હતી, હવે ભાજપની સ્થિતિ પણ આવી જ છે. ભાજપ ઈડીનો ખોટો ઉપયોગ કરીને દબાણ ઉભી કરી રહી છે. બસપાએ તમામ સમાજની યોગ્ય ભાગીદારી ધ્યાને રાખી ટિકિટોની વહેંચણી સુનિશ્ચિત કરી છે.’
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો