Kshatriya Andolan Controversy: રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરાવ્યા હવોનો આરોપ
Kshatriya Andolan Controversy: પદ્મિનીબા વાળા સામે ક્ષત્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે

રાજકોટ, 11 મેઃ Kshatriya Andolan Controversy:ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો. આ મામલે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ આ આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરાવ્યા હવોનો આરોપ લાગતા નવો વિવાદ સર્જ્યો છે.
આ પણ વાંચો:- Gujarat Rain Forecast: ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, વાંચો વિગત
મળતી માહિતી અનુસાર, પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારા પદ્મિનીબા વાળા સામે ક્ષત્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ મેસેજ વાયરલ થતાં પદ્મિનીબાએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ‘સમાજમાં મને ખોટી રીતે બદનામ કરવા માટે આ પ્રકારના મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.’ આ ઉપરાંત તેમણે આવો મેસેજ વાયરલ કરનારાઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી.