New coach for Team India: BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટું પગલું, ટીમ ઇન્ડિયાને મળશે નવો કોચ- વાંચો વિગત
New coach for Team India: બીસીસીઆઈ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સિલેક્શન લોન્ગ ટર્મ માટે કરવામાં આવશે.
સ્પોર્ટ્સ ડેસ્ક, 11 મેઃ New coach for Team India: બીસીસીઆઈ ટૂંક સમયમાં આ અંગે એક જાહેરાત બહાર પાડવા જઈ રહ્યું છે. જેનો ખુલાસો મુંબઈમાં જય શાહે કર્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ છે પરંતુ જૂન મહિનામાં રમાનાર ટી20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કરાર પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારબાદ ભારતીય ટીમના નવા કોચની જરુર પડશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું બોર્ડ નવા કોચને લઈ ટુંક સમયમાં જાહેરાત બહાર પાડશે.
આ પણ વાંચો:- Bail to Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, હવે કરશે ચૂંટણી પ્રચાર
જય શાહે રાહુલ દ્રવિડને લઈ કહ્યું કે, તેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ જો તે આગળ ભારતીય ટીમનો કોચ રહેવા માગે તો ફરીથી અપ્લાય કરી શકે છે. બીસીસીઆઈ સેક્રેટરીએ આગળ કહ્યું કે, કોચિંગ સ્ટાફના બીજા સભ્ય જેવી બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ પર નિર્ણય હેડ કોચની પસંદગી બાદ તેની સલાહ પર થશે.
જય શાહે કહ્યું હાલમાં એ નથી કહી શકતા કે, નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તેના પર નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિ કરશે. તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના દરેક ફોર્મેટ માટે અલગ કોચ જેવો કોઈ ઈશારો કર્યો નથી. તેની પાછળનું કારણ ટીમમાં ઘણા બધા ફોર્મેટના ખેલાડીઓની હાજરી હતી. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કોચ રાખવાથી આ ખેલાડીઓને એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
બીસીસીઆઈ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સિલેક્શન લોન્ગ ટર્મ માટે કરવામાં આવશે. તેની શરુઆતનો કાર્યકાળ અંદાજે 3 વર્ષનો હશે. રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ 2 વર્ષનો હતો. વર્ષ 2021માં તેમણે ટીમ ઈન્ડિયાના કોચની કમાન રવિ શાસ્ત્રીના સ્થાને સંભાળી હતી. દ્રવિડનો પહેલો કાર્યકાળ વનડે, વર્લ્ડકપ 2023 સુધી હતો પરંતુ ત્યારબાદ તેનો કાર્યકાળ ફરીથી વધારવામાં આવ્યો અને ટી20 વર્લ્ડકપ 2024 સુધી કરવામાં આવ્યો હતો.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો