Cleanliness campaign on the occasion of Gandhi Jayanti: ગાંધી જયંતિ નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
Cleanliness campaign on the occasion of Gandhi Jayanti: ‘સ્વચ્છતા હી સેવા-2024’ દરમિયાન 55 ટન કચરો દૂર કરવામાં આવ્યો

રાજકોટ, 02 ઓકટોબર: Cleanliness campaign on the occasion of Gandhi Jayanti: 2 ઓક્ટોબર, 2024 ના રોજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અનેક સ્ટેશનો પર સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર, વિવિધ વિભાગોના અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓએ રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફિસ પરિસરમાં શ્રમદાન કર્યું હતું. રાજકોટ રેલવે ડિવિઝનના ભક્તિનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનના પ્લેટફોર્મ અને સ્ટેશન પરિસરમાં માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડના 150 જેટલા સ્વયંસેવકો દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- Clean India Day 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત દિવસ 2024માં ઉપસ્થિત રહ્યા
આ સફાઈ અભિયાનમાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના સભ્યોએ પણ ભક્તિનગર સ્ટેશન પર તેમની શ્રમદાન દાન કર્યું હતું. ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ અને NCC કેડેટ્સ એ જામનગર સ્ટેશન પર શ્રમદાન દાન કર્યું હતું. રાજકોટ ડિવિઝનમાં 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2024 દરમિયાન “સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા” ની થીમ પર “સ્વચ્છતા હી સેવા-2024” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન, સફાઈ માટે 97 સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં મોટા પાયે સફાઈ કરવામાં આવી હતી અને લગભગ 55 ટન સૂકો અને ભીનો કચરો દૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજકોટ ડિવિઝનમાં 102 સ્થળોએ 1050 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત 14 અલગ-અલગ સ્થળોએ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઉટસોર્સિંગ કામ કરતાં 310 જેટલા સફાઈ મિત્રોનું પ્રિવેંટિવ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2024 સુધી ચાલનારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ, રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય બહારના લોકો સહિત લગભગ 8500 લોકોએ આ કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. શ્રી અશ્વની કુમારે આ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા બદલ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, એસોસિએશન અને રેલ્વેના કર્મચારીઓની પ્રશંસા કરી છે.
