Letter to CM by Mayur Deria: પાલનપુર તાલુકા પ્રમુખ મયુર ડેરીયા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર દ્વારા રજૂઆત
Letter to CM by Mayur Deria: પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારને નવીન તાલુકા તરીકે જાહેર કરવા મુખ્યમંત્રી ને પત્ર

પાલનપુર, 03 ઓકટોબર: Letter to CM by Mayur Deria: પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારને નવીન તાલુકા તરીકે જાહેર કરવા માટે હાથે હાથ જોડો પાલનપુર તાલુકા પ્રમુખ મયુર ડેરીયા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી
ગઢ વિસ્તારની અંદર સિંચાઈ વિભાગ, જીઈબી, ટેલીફોન એક્સચેન્જ, પોલીસ સ્ટેશન, અન્ય કચેરીઓ, સ્કૂલ તથા કોલેજો આવેલી છે ગઢ આજુબાજુ 50 ગામો સાથે જોડાયેલો વિસ્તાર છે આ ગામના લોકો રોજગાર તેમજ સામાજિક કામથી ગઢ ગામ સુધી અવર-જવર કરે છે જેમને પાલનપુર જવું એ ખૂબ દૂર પડી જાય છે આ વિસ્તારના સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા ગઢ વિસ્તારને તાલુકો જાહેર કરવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવેલ છે છતાં પણ કોઈપણ નિર્ણય લેવામાં આવેલ નથી

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ નજીકના સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવીન બે જિલ્લાઓ અને નવીન તાલુકાઓ જાહેર કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા ગઢ વિસ્તારને પણ તાલુકો જાહેર થાય એવી આ વિસ્તારના તમામે સમાજના આગેવાનોની મુખ્યમંત્રીને વિનંતી છે.
