Railway platefarm

Cleanliness fortnight: રાજકોટ ડિવિઝનમાં કર્મચારીઓએ રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની કરી સફાઈ

Cleanliness fortnight: સ્વચ્છતા પખવાડા: રેલ્વે કર્મચારીઓએ રાજકોટ ડિવિઝનમાં રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની સફાઈ કરીને ચમકાવ્યા

google news png

રાજકોટ, 07 ઓકટોબર: Cleanliness fortnight: રાજકોટ ડિવિઝન દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન “સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:- Modi’s leadership: મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રા ના 23 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ

પખવાડિયાના સાતમા દિવસે, આજે ‘સ્વચ્છ ટ્રેક’ની થીમ પર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર સહિતના ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર રેલ્વે કર્મચારીઓએ શ્રમદાન કરીને રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મ ને ચમકાવ્યો હતો. ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર રેલવે કર્મચારીઓ દ્વારા પ્લેટફોર્મ, રેલવે ટ્રેક અને સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

BJ ADS

રેલ્વે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડ્રેનેજ ચોક ન થાય તે માટે પાટા વચ્ચેની ગટરોની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાઓ જેમ કે કોન્કોર્સ હોલ, શૌચાલય, વેઇટિંગ હોલ, વેઇટિંગ રૂમ વગેરેની પણ સંપૂર્ણ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન બાદ સ્ટેશનોની સ્વચ્છતા અને સુંદરતા જોવા જેવી છે. આ સ્વચ્છતા અભિયાન થી ચેપને ના લીધે ફેલાતા રોગોને રોકવામાં પણ ઘણી મદદ મળશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો