National Unity Day Rally: રાજકોટ રેલવે ડિવિઝનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી
National Unity Day Rally: રેલ્વે કોલોનીમાં રેલી કાઢીને આપ્યો એકતાનો સંદેશ

રાજકોટ, 29 ઓકટોબર: National Unity Day Rally: રાજકોટ રેલવે ડિવિઝનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકો સુધી ‘રાષ્ટ્રીય એકતા’નો સંદેશો પહોંચાડવા માટે રેલવે કર્મચારીઓ દ્વારા ‘રન ફોર યુનિટી’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારની આગેવાની હેઠળ આ રેલીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ, સ્કાઉટ અને ગાઈડ, ખેલાડીઓ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટમાં ડીઆરએમ ઓફિસથી શરૂ થયેલી આ રેલી રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, કોઠી કમ્પાઉન્ડ રેલ્વે કોલોની, રેલ્વે હોસ્પિટલ થઈને પરત ડીઆરએમ ઓફિસ ખાતે સમાપ્ત થઈ હતી.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્ય દ્વારા દેશની એકતા અને અખંડિતતાને અકબંધ રાખવામાં તેમના મહાન યોગદાનને પણ યાદ કર્યું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ, સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના, વિવિધ વિભાગોના રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો