Dhanteras Shubh Muhurat: મંગળવારે ધનતેરસ! જાણો, ખરીદવા તથા પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત
જાણો.. કાર ખરીદવા માટેનો શુભ સમય

ધર્મ ડેસ્ક, 28 ઓક્ટોબરઃ Dhanteras Shubh Muhurat: ધનતેરસનો પાવન પર્વ 29 ઓક્ટોબરના દિવસે મંગળવારે છે. આને ધનત્રયોદશીના નામે પણ ઓળખાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો પર્વ આસો માસના કૃષ્ણ પક્ષની તેરસના રોજ ઉજવવામાં આવે છે.
ધનતેરસના અવસર પર માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, દેવતાઓના વૈદ્ય ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ પર પૂજા માટે 1 કલાક 41 મિનિટનું મુહૂર્ત અને સોનું ખરીદી માટે 20 કલાકનું શુભ મુહૂર્ત છે. તો આવો જાણીએ ધનતેરસ પર લક્ષ્મી પૂજા મુહૂર્ત, સોનું અને ગાડી ખરીદવા માટે શુભ સમય, દિવસ અને રાતના શુભ ચોઘડિયા વિશે વિગતે…
ધનતેરસ 2024 શુભ તિથિ
ધનતેરસની તેરસ તિથિનો પ્રારંભ: 29 ઓક્ટોબર, સવારે, 10.31 વાગ્યે ધનતેરસની તેરસ તિથિ સમાપન: 30 ઓક્ટોબર, બપોરે 1.15 વાગ્યે
ધનતેરસ લક્ષ્મી પૂજા મુહૂર્ત: પ્રદોષ કાળનો સમય: સાંજે 5.38 થી 8.13 સુધી. વૃષભ કાળનો સમય: સાંજે 6:13 થી 8:27 સુધી.
ધનતેરસ 2024 સોનું ખરીદવાનો શુભ સમય: 30 ઓક્ટોબરના રોજ સવારે 10:31 થી 6:32 સુધી.
ધનતેરસ 2024 કાર ખરીદવા માટેનો શુભ સમય: 30 ઓક્ટોબર સવારે 06:32 થી બપોરે 01:15 સુધી છે.
ધનતેરસ 2024 શુભ ચોઘડિયા મુહૂર્ત
દિવસના ચોઘડિયા મુહૂર્ત
- ચાર-સામાન્ય મુહૂર્ત: સવારે 09:18 થી 10:41
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: સવારે 10:41 થી બપોરે 12:05 સુધી
- અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: બપોરે 12:05 થી 01:28
- શુભ-ઉત્તમ મુહૂર્ત: બપોરે 02:51 થી 04:15
રાત્રિના ચોઘડિયા મુહૂર્ત
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: સાંજે 07:15 થી 08:51
- શુભ-ઉત્તમ મુહૂર્ત: રાત્રે 10:28 થી 12:05 AM, 30 ઓક્ટોબર
- અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: 12:05 AM થી 01:42 AM, 30 ઓક્ટોબર
