Platform ticket: 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Platform ticket: અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશન પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ

અમદાવાદ, 28 ઓકટોબર: Platform ticket: આગામી તહેવારોની સિઝન દરમિયાન વધુ સારી ભીડ વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

દિવાળી તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી લાગુ રહેશે.
છૂટ:
મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે તે મુજબ આયોજન કરે અને નવા નિયમોનું પાલન કરે.