rjt

Asian Para Arm Wrestling Cup 2024: રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી એશિયન પેરા આર્મ રેસલિંગમાં જીત્યા બે મેડલ

Asian Para Arm Wrestling Cup 2024: રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024 માં જીત્યા બે મેડલ

  • આર્મ રેસલિંગમાં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રેલવે નું નામ કર્યું રોશન
google news png

રાજકોટ, 26 ઓકટોબર: Asian Para Arm Wrestling Cup 2024: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા VII એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે.

દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેણે VII એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ (પંજા કુશ્તી) માં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રેલ્વેનું નામ રોશન કર્યું છે.

યાદવે મુશ્કેલ સંજોગોમાં પણ પોતાની મહેનત અને સમર્પણથી આ સ્થાન હાંસલ કર્યું છે. દેવેન્દ્ર યાદવ એક પ્રતિભાશાળી ખેલાડી છે જેઓ આર્મ રેસલિંગમાં 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજ્ય કક્ષાએ મેડલ જીતી ચૂક્યા છે.

BJ ADS

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે દેવેન્દ્ર યાદવને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ તમામ ખેલાડીઓ માટે નવી પ્રેરણારૂપ છે. અશ્વિની કુમારે આશા વ્યક્ત કરી કે દેવેન્દ્ર યાદવ આ ઉંચી ઉડાન ચાલુ રાખે અને ભવિષ્યની તમામ સ્પર્ધાઓમાં વધુ સફળતા હાંસલ કરે.

યાદવની આ સફળતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને દૃઢ નિશ્ચયથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમની સિદ્ધિએ રેલવેને ગૌરવ અપાવ્યું છે અને નવા ખેલાડીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બનવાનું કામ કર્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો