Railway Consumer Advisory Committee: રાજકોટ ખાતે ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન
Railway Consumer Advisory Committee: રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર અને સીનીયર ડીસીએમ સુનીલ કુમાર મીનાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું

રાજકોટ, 28 ઓકટોબર: Railway Consumer Advisory Committee: રાજકોટ ડિવિઝનમાં વર્ષ 2024-25 માટે નવી રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC) ની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મીટીંગની શરૂઆતમાં રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર અને સીનીયર ડીસીએમ સુનીલ કુમાર મીનાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સીનીયર ડીસીએમ સુનિલ કુમાર મીના દ્વારા પીપીટી ના મધ્યમથી તમામ સભ્યોને રાજકોટ ડિવિઝન ની પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન કમિટીના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધા આપવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે તમામ સભ્યોના સૂચનો પર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાનો વિકાસ એ રાજકોટ ડિવિઝનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં સભ્યો અમૃતલાલ વાઢેર, ભાગિયા ભવાન ભાઈ, દિલીપસિંહ પરમાર, દીપક ભાઈ રવાણી, કેતન દફતરી, કિરીટ કુમાર ત્રિવેદી, નાનજીભાઈ ખીમસુરીયા, પાર્થિવકુમાર ગણાત્રા, પૂજા વઘાસિયા, પ્રદીપ મહેતા, રાજ રાજેશ ભાઈ ગાંગાણી, રાજીવભાઈ દોશી અને યોગેશ મિશ્ર ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત આ બેઠકમાં રાજકોટ ડિવિઝનના એડીઆરએમ કૌશલકુમાર ચૌબે અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો