WR adi award

Railway Corona Warriors: ડીઆરએમ દિપક કુમાર ઝાએ અમદાવાદ મંડળના કોરોના વોરિયર્સનું સન્માન કર્યું.

Railway Corona Warriors: કોરાનાના નિર્ણાયક સમયગાળામાં અનુકરણીય કાર્યમાટે 25 રેલ્વે કર્મચારીઓ પુરસ્કૃત કરવામાં આવ્યા.

અમદાવાદ , ૦૩ જુલાઈ: Railway Corona Warriors: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર કોરોના મહામારીના ગંભીર સમયગાળા દરમિયાન વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં પોતાની ચિંતા કર્યા વિના કોરોના અસરગ્રસ્ત રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોની સેવા કરનાર 25 રેલ્વે કર્મચારીઓને ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.

આ અવસર પર પોતાના ઉદબોધનમાં ડીઆરએમ ઝાએ જણાવ્યું હતું કે આ સંકટના સમયગાળામાં એકબાજુ જ્યાં ભયનું વાતાવરણ હતું અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ હતી. તેમ છતાં, રેલ્વે કર્મચારીઓએ (Railway Corona Warriors) પોતાની ચિંતા કર્યા વિના માનવ સેવાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું અને તેમણે રાત-દિવસ અથાક મહેનત કરીને અન્ય લોકો માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેના કારણે કોરોના દર્દીઓએ યોગ્ય માર્ગદર્શન અને ટેકો પ્રાપ્ત થયો હતો. કેટલાક રેલ્વે કર્મચારીઓએ પણ તેમના અનુભવ શેર કર્યા હતા.

આ પણ વાંચો…Amitabh Bachchan: હવે અમિતાભ બચ્ચન સ્ટારર આંખે ફિલ્મની સિક્વન્સ નહીં આવે! જાણો વિગત…..

ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સપેક્ટર બળવંતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ મહામારી દરમિયાન (Railway Corona Warriors) અમે કોરોના દર્દીઓની સંભાળ રાખવામાં આનંદ અનુભવીએ છીએ. રાત દિવસ પોતાની જાતની ચિંતા કર્યા વિના, અમે દર્દીઓનું મનોબળ વધાર્યું અને તેમને હિંમત આપી. ઉંઝા, પાટણ અને મહેસાણામાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોની સેવા કરીને તેઓ સંતુષ્ટ થયા.સાબરમતીમાં સ્કેલ મેન તરીકે શ્રી સુરેશ મીના કાર્યરત છે

Railway Corona Warriors: જેમણે ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, સાબરમતીમાં તેમની સેવાઓ પ્રદાન કરી તથા કોરોના દર્દીઓને બેડ ઉપલબ્ધ કરાવવાથી લઈને ઓક્સિજન સિલિન્ડર, દવાઓ વગેરેની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સ્વયં શ્રમ કરીને તેમની સેવાઓ આપી.નોંધનીય છે કે, ડીઆરએમ દિપકકુમાર ઝાની વિશેષ પહેલ હેઠળ, આ સમય દરમિયાન કોવિડ-19 રોલ રૂમની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 25 રેલ્વે કર્મચારીઓએ સ્વૈચ્છીક રીતે તેમની સેવાઓ 24×7 પૂરી પાડવામાં મદદ કરી હતી.

આ કોવિડ – 19 રોલ રૂમ કોરોના દર્દીઓ માટે ખૂબ જ મદદગાર થયો હતો, જેમાં તેમને હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, મેડિકલ ઑક્સિજનની પૂરતી વ્યવસ્થા, દવાઓ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા સહાયતા પૂરી પાડવામાં આવી હતી અને કોરોના ગાઇડ લાઇન બાબતે પણ જાણકારી પૂરી પાડવામાં આવી જેનાથી રેલ કર્મચારીઓમાં આત્મ વિશ્વાસની ભાવના ઉત્પન થઈ જેથી ઝડપી હેલ્થ રિકવરીમાં તે મદદરૂપ સાબિત થયું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

કોરોના વારીઓર્સમાં (Railway Corona Warriors) સર્વ નીરજ મેહતા, શૈલ તિવારી, સાજી ફિલિપ, રાજેશ તન્ના, રોહિત કુમાર રોશન, ડી. આઈ. શાહ, વી. ડી. બારોટ, બલવંત સિંહ, સુરેશ મીના, આરતી આર. રાજપૂત, ઋતુજા ભાવે, રાહુલ કુમાર, રવિકાંત ચૌધરી, અનમોલ જઈશવાલ, મેહુલ વ્યાસ, દીપક પટેલ, મુકુંદ નેમાડે, સુરેન્દ્ર સિંહ રાણા, અમિત દ્વિવેદી, હિમાંશુ રાઠોડ, રવિંદર મીના, પ્રકાશ એચ. પરમાર, અલ્પેશ વાડકે, નરેન્દ્ર કુમાર શર્મા અને મનીષ કુલકર્ણીને ડીઆરએમ દીપક કુમાર ઝા દ્વારા “કોરોના વારીઓર્સ” ના રૂપમાં સન્માનીત કરવામાં આવ્યા.