Amitabh Bachchan 600x337 1

Amitabh Bachchan: હવે અમિતાભ બચ્ચન સ્ટારર આંખે ફિલ્મની સિક્વન્સ નહીં આવે! જાણો વિગત…..

Amitabh Bachchan: આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં કરવાની યોજના હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે યુરોપ જવાની કોઈ શક્યતા રહેતી નથી.

મનોરંજન ડેસ્ક: ૦૩ જુલાઈ: Amitabh Bachchan: થોડા સમય પહેલાં ચર્ચા હતી કે દિગ્દર્શક અભિનવ દેવ ‘આંખે’ની સિક્વલ ‘આંખે ટુ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મના લીડ રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળવાના છે. વાત એવી પણ હતી કે આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ થવાનું હતું, પરંતુ હવે આ ફિલ્મ બનવાની શક્યતા નહિવત્ છે.

આ પણ વાંચો…Dino Morea: જાણીતો ઍક્ટર અને DJ છેતરપિંડીમાં સપડાયા, જાણો વિગત…

ફિલ્મના દિગ્દર્શક અભિનવ દેવે આ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં કરવાની યોજના હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે યુરોપ જવાની કોઈ શક્યતા રહેતી નથી. એથી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આ ફિલ્મમાંથી નીકળી ગયા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય રોલ ભજવવાના હતા. મૂળ ફિલ્મમાં પણ તે જ હતા. તેમના વગર આ ફિલ્મ બનાવવી અશક્ય છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.