rjt Ticket Checking employees award

Ticket Checking: ટિકિટ ચેકિંગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટના 6 કર્મચારીઓ સન્માનિત

Ticket Checking: ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓને DRM દ્વારા સન્માનિત કરાયા

રાજકોટ, 07 એપ્રિલ: Ticket Checking: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ટિકિટ વગરની અને અનિયમિત મુસાફરી પર અસરકારક અંકુશ લાવવા માટે નિયમિતપણે વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવે છે.

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 6 ટિકિટ ચેકિંગ સ્ટાફને આજે ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:- World Health Day: રાજકોટ રેલવે હોસ્પિટલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કર્મચારીઓની પસંદગી તેમના વ્યક્તિગત લક્ષ્યાંકો કરતાં વધુ મેળવેલી દંડની રકમ અને નોંધાયેલા કેસોના આધારે નિર્ધારિત ધોરણો અને માપદંડો મુજબ કરવામાં આવી હતી. આ સન્માનથી કર્મચારીઓનું મનોબળ વધ્યું છે અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

સન્માનિત થયેલ ટિકિટ ચેકિંગ સ્ટાફની વિગતો નીચે મુજબ છે—

  1. કે. સી. ગુર્જર: ડિવિઝનના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફના પ્રભારી મુખ્ય ટિકિટ ચેકિંગ નિરીક્ષકને ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન, કાર્યક્ષમ સ્ટાફ મેનેજમેન્ટ અને અસરકારક આયોજનમાં નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
  2. કેતન ઓઝા: 6412 કેસ, ₹53.98 લાખ આવક
  3. હિતેશ કુમાર સોલંકી: 6581 કેસ, ₹48.76 લાખ આવક
  4. કિરણ ઓઝા: 5729 કેસ, ₹46.09 લાખ આવક
  5. નીતાબા જાડેજા: 5737 કેસ, ₹41.32 લાખ આવક
  6. નીતાબા ઝાલા: 5008 કેસ, ₹38.79 લાખ આવક

રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરનારા મુસાફરો વિરુદ્ધ વ્યાપક અને સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને વિશેષ ચેકિંગ અભિયાનોના પરિણામે, ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગના માધ્યમથી ₹10.95 કરોડની રેકોર્ડ આવક મેળવી છે. આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલી ₹6.50 કરોડની આવકની સરખામણીમાં 68.23 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણ તથા ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે મુસાફરોને પણ અપીલ કરી હતી કે તેઓ યોગ્ય ટિકિટ લઈને સન્માનપૂર્વક મુસાફરી કરે અને રેલવેના નિયમોનું પાલન કરે.