Vadodara-Dahanu Superfast Special Train: 03 સપ્ટેમ્બરથી વડોદરા અને દહાણુ રોડ વચ્ચે દરરોજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે, આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે

Vadodara-Dahanu Superfast Special Train: સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે

વડોદરા, ૨૯ અગસ્ત: Vadodara-Dahanu Superfast Special Train: પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 3 સપ્ટેમ્બર 2021 થી 09138/09137 વડોદરા – દહાણુ રોડ વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે અને આગળની સૂચના સુધી દરરોજ દોડશે, જેની વિગતો નીચે મુજબ છે.

09138/09137 (મૂળ ટ્રેન 22930/22929) વડોદરા – દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ (સંપૂર્ણ આરક્ષિત)

ટ્રેન નંબર 09138 વડોદરા – દહાણુર રોડ સુપરફાસ્ટ સ્પેશિયલ (સંપૂર્ણપણે આરક્ષિત) 3 સપ્ટેમ્બર 2021 થી વડોદરાથી દરરોજ 06.25 કલાકે ઉપડશે અને 11.10 કલાકે દહાણુ રોડ પહોંચશે. પરત દિશામાં, 3 સપ્ટેમ્બર, 2021 થી ટ્રેન નંબર 09137 દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ (સંપૂર્ણપણે આરક્ષિત) દહાણુ રોડથી દરરોજ 15.45 કલાકે ઉપડશે અને 20.40 કલાકે વડોદરા પહોંચશે.

આ પણ વાંચો: WR RPF team alert: અમદાવાદ મંડળના રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમની સતર્કતા ને કારણે અરાવલી એક્સપ્રેસમાં મોબાઇલ ચોર પકડાયો

માર્ગમાં, બંને દિશામાં આ ટ્રેન વિશ્વામિત્રી, મિયાંગમ કર્ઝન, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, કીમ, સુરત નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ભીલાડ તથા ઉમરગામ રોડ સ્ટેશન પર રોકાશે. ઉપરોક્ત વિશેષ ટ્રેનો 3 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી ચલાવવામાં આવી રહી છે.

પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવાની વિનંતી કરે છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો