vdr hindi diwas

Vadodara division hindi diwas: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં હિન્દી દિવસ નું આયોજન.

વડોદરા, ૧૫ સપ્ટેમ્બર: Vadodara division hindi diwas: પશ્ચિમ રેલવે વડોદરા મંડળ પર હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ડીઆરએમ ગુપ્તાએ સરકારી કચેરીઓમાં રાજભાષા હિન્દીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો અને દરેકને વિનંતી કરી હતી કે તે હિન્દીનો શક્ય તેટલો પ્રચાર કરે.

આ દરમિયાન, (Vadodara division hindi diwas) માનનીય ગૃહમંત્રી, માનનીય રેલવે મંત્રી, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડિવિઝનલ રેલવે મેનેજરના હિન્દી દિવસના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. અને બધાએ ‘રાજભાષા પ્રતિજ્ઞા” પણ લીધી. આ પ્રસંગમાં એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા રાજભાષા હિન્દી વિશે તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. તે પછી, પ્રસંગમાં રાજભાષા પ્રશ્ન મંચ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલવે મેનેજરના કર કમળો દ્વારા વિજેતાઓને સ્થળ પર ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

Vadodara division hindi diwas, award

અધિક મુખ્ય રાજ્યભાષા અધિકારી અને અધિક ડિવિઝનલ રેલવે મેનેજર અમરેન્દ્ર કુમાર સિંહે પણ ફંકશનમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગમાં વડોદરા વિભાગના વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજભાષા અધિકારી સતીશ વલવીએ કર્યું હતું.

આ પણ વાંચો…Bank information: આ ત્રણ બૅન્કોમાં પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત

Whatsapp Join Banner Guj