Gujarat Express resumes: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન ટ્રેનો ફરીથી શરૂ

અમદાવાદ ,૧૫ સપ્ટેમ્બર: Gujarat Express resumes: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ તથા અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ ટ્રેનોને ફરીથી શરૂ કરવાં માટે નિર્ણય લેવામાં આવ્યો છે .બંને ટ્રેનો પૂર્ણ રૂપથી આરક્ષિત રહેશે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદ ના મુજબ આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે .

ટ્રેન નંબર 09012/09011 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ સ્પેશિયલ(Gujarat Express resumes)
ટ્રેન ન .09012 અમદાવા-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ તા .20 સપ્ટેમ્બર 2021 થી આગળ ની સૂચના સુધી દરરોજ અમદાવાદથી સવારે 7 :00વાગે ઉપડીને તે જ દિવસે 15:55 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે .

આજ રીતે ટ્રેન ન.09011 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ (Gujarat Express resumes) 21 સપ્ટેમ્બર 2021 થી આગળ ની સૂચના સુધી દરરોજ સવારે 05:45 વાગે ઉપડીને બપોરે 14:30 વાગે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર,બારેજડી,મહેમદાવાદ ખેડારોડ,નડિયાદ ,આણંદ,વડોદરા,મિયાગામ કરજણ,ભરૂચ,અંકલેશ્વર, કોસંબા, સુરત, નવસારી,બીલીમોરા,ઉદવાડા,વાપી,ભીલાડ,ઉમરગામરોડ, દહાણુરોડ, બોઇસર,બોરીવલી તથા દાદર સ્ટેશનો પર રોકાશે.

Gujarat Express resumes: ટ્રેન ન.09012 પાલઘર સ્ટેશન પર થતા ટ્રેન ન.09011 બારેજડી સ્ટેશન પર રોકાશે. આ આ ટ્રેનમાં એ સી ચેરકાર ,ચેરકાર તથા સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે

આ પણ વાંચો…Sentences apply: અફઘાનમાં હવે ચોરોના હાથ કપાશે, અનૈતિક સંબંધ માટે આપવામાં આવશે આ સજા- તાલિબાન શાસનમાં સદીઓ જૂની બર્બર સજાઓ

ટ્રેન ન.09136/09135 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ
ટ્રેન ન.09136 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ તા : 21 સપ્ટેમ્બર 2021થી આગળની સૂચના સુધી અમદાવાદથી દરરોજ 18:10 વાગે ઉપડીને 00:40 વાગે વલસાડ પહોંચશે.આજ રીતે ટ્રેન ન.09135 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન સ્પેશ્યલ તા:22 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી દરરોજ વલસાડથી સવારે 04:05 વાગે ઉપડીને 10:25 વાગે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર,બારેજડી,મહેમદાવાદ ખેડારોડ,નડિયાદ,આણંદ,વાસદ,વડોદરા,મિયાગામ કરજણ,પાલેજ, નબીપુર, ભરૂચ,અંકલેશ્વર,પાનોલી,કોસંબા,કિમ,સયાન,સુરત,ઉધના,સચિન,મરોલી,નવસારી,આમલસદ,બીલીમોરા થતા ડુંગરી સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં એ સી ચેરકાર ,ચેરકાર તથા સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન ન.09012/09011 તથા 09136/09135 નું બુકિંગ 17 સપ્ટેમ્બર 2021થી નામાંકિત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. આ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમય રોકાણ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ આરક્ષિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ યાત્રા કરવાની પરવાનગી મળશે . પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોના બોર્ડિંગ ,યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવીડ-19 થી સંબંધિત દરેક માપદંડો તથા એસ ઓ પી નું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj