HSC board

Board of Education clarified for board results: ધોરણ-૧૦ અને ૧૨ પરીક્ષાના પરિણામ અંગે ખોટી અફવા; શિક્ષણ બોર્ડે કરી આ સ્પષ્ટતા

Board of Education clarified for board results: બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પરીક્ષાના પરિણામ અંગે કોઈએ ખોટી અફવા ફેલાવતા શિક્ષણ બોર્ડે કરી આ સ્પષ્ટતા

  • માર્ચ-૨૦૨૨ ના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ નથી.

ગાંધીનગર, 16 મે: Board of Education clarified for board results: બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આ અંગે નો પરિપત્ર જારી કરવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬ મે ૨૦૨૨ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨ નું પરિણામ તા.૧૭ મે ૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થવાની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં બિન સત્તાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે.

Board letter

માર્ચ-૨૦૨૨ ના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ નથી. જેથી ઉક્ત વાયરલ થયેલ પરિણામની તારીખ અંગેની અખબારી યાદી બનાવી છે. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૧૭ મે ૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ થનાર નથી તેની નોંધ લેવી. વધુમાં જણાવવાનું કે, પરિણામની તારીખ દર્શાવતી બનાવટી અખબારી યાદી સોશિયલ મિડીયામાં વાયરલ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા ઈસમ સામે કાયદાની જોગવાઈ અનુસાર બોર્ડ દ્વારા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

આ પણ વાંચો..Amdavad foot over bridge: એક મહિના પછી અમદાવાદમાં 74 કરોડના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *