sheikh hasina

Economic crisis looms in Bangladesh: શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં આર્થિક સંકટના એંધાણ, પાંચ મહિના જેટલો જ ખજાનો વધ્યો

Economic crisis looms in Bangladesh: બાંગ્લાદેશ સરકારે વિદેશી મુદ્રા ભંડારમાં કમી બાદ અધિકારીઓના વિદેશયાત્રા પર રોક લગાવી છે

નવી દિલ્હી, 16 મે: Economic crisis looms in Bangladesh: શ્રીલંકા બાદ હવે એશિયાના વધુ એક દેશ પર આર્થિક સંકટના વાદળો ઘેરાય રહ્યા છે. ભારતના પાડોસી દેશ બાંગ્લાદેશમાં પણ વિદેશી મુદ્રા ભંડાર 42 બિલિયન ડોલરથી ઓછું છે અને પાંચ મહિના સુધી જ આયાત કરી શકાય તેમ છે. હાલાત એટલા ખરાબ થઇ રહ્યા છે કે સરકાર આ સંકટને નિપટાવાની કોશિશ કરી રહી છે અને સરકારી કર્મચારીઓની વિદેશ યાત્રા પર રોક લગાવી દીધી છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા એવા પ્રોજેક્ટ પર પણ રોક લગાવી દીધી છે જેમાં વધુ માત્રામાં વિદેશી વસ્તુઓની આયાત કરવાની જરૂર પડે.

વૈશ્વિક બજારની સ્થિતિની બાંગ્લાદેશ પર નકારાત્મક અસર પડી છે અને તેના આયાત ખર્ચમાં ભારે વધારો થયો છે. જેના કારણે દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થઈ રહ્યો છે. દેશને આવનારી આર્થિક કટોકટીમાંથી બચાવવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. 

બાંગ્લાદેશ માત્ર પાંચ મહિનામાં આયાતનો ખર્ચ ઉઠાવી શકશે

બાંગ્લાદેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર ખતમ થઈ રહ્યો છે. દેશમાં વિદેશી હૂંડિયામણના જથ્થાને કારણે આયાતનો ખર્ચ આગામી પાંચ મહિના સુધી જ પહોંચી શકે છે. જો વૈશ્વિક બજારમાં ભાવ વધુ વધશે અને વિદેશી મુદ્રા ભંડાર પાંચ મહિના પહેલા સમાપ્ત થઈ જશે તો બાંગ્લાદેશનો આયાત ખર્ચ વધુ વધશે.(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Board of Education clarified for board results: ધોરણ-૧૦ અને ૧૨ પરીક્ષાના પરિણામ અંગે ખોટી અફવા; શિક્ષણ બોર્ડે કરી આ સ્પષ્ટતા

Gujarati banner 01