Celebration of congress victory

Celebration of congress victory in karnataka: કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાતમાં ઉજવણીનો માહોલ

Celebration of congress victory in karnataka: કર્ણાટકની જનતાને આપેલા પાંચ વચનોને કોંગ્રેસ પક્ષ પ્રથમ કેબિનેટમાં જ પૂર્ણ કરશે

અમદાવાદ, 13 મેઃ Celebration of congress victory in karnataka: કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક વિજય બાદ રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરો સાથે ભવ્ય ઉજવણી બાદ પત્રકારો સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા દ્વારા કર્ણાટકની જનતાનાં મુદ્દાઓને પ્રચારમાં મજબૂતાઈથી રજૂ કર્યા.

કોંગ્રેસ પક્ષનાં તમામ આગેવાનો, નેતાઓ, કાર્યકરો સૌ સાથે મળીને ટીમ કોંગ્રેસ તરીકે કામ કરી કર્ણાટકની જનતાના આશીર્વાદ સાથે અદ્વિતીય ઐતિહાસિક જીત મેળવી છે. કોંગ્રેસ પક્ષે ગરીબોના ન્યાય મુદ્દે લડ્યા અને પ્રેમથી ચૂંટણી લડ્યા હતા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે, આ દેશ પ્રેમને પસંદ કરે છે અને પ્રેમની દુકાનો ખુલ્લી છે તે દરેકની જીત છે.

મોંઘવારીમાંથી રાહત માટે મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયા, ૨૦૦ યુનિટ વીજળી ફ્રિ, ૧૦ કિલો ચોખા, મહિલાઓને નિઃશુલ્ક પરિવહન સહિતની જનલક્ષી યોજનાઓને કર્ણાટકની જનતાએ ઉમળકાભેર આવકારી છે. ૪૦ ટકા કમિશનવાળી ભાજપની ભ્રષ્ટ સરકારને જનતાએ ઉખાડી ફેંકી છે.

કર્ણાટકની જનતાને આપેલા પાંચ વચનોને કોંગ્રેસ પક્ષ પ્રથમ કેબિનેટમાં જ પૂર્ણ કરશે. કોંગ્રેસ પક્ષે રાજસ્થાન, છત્તીસગઢમાં પ્રજાને જે વચન આપ્યા હતા એ પુરા કર્યા એટલે કર્ણાટકની જનતાએ કોંગ્રેસની સરકારને ચુંટી છે.

આ પણ વાંચો… Congress victory in Karnataka: કર્ણાટકમાં કોંગ્રેસની થઈ શાનદાર જીત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો