Congress victory in Karnataka

Congress victory in Karnataka: કર્ણાટકમાં કોંગ્રેસની થઈ શાનદાર જીત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Congress victory in Karnataka: કર્ણાટકમાં કોંગ્રેસ 136 સીટો જીતી છે

નવી દિલ્હી, 13 મેઃ Congress victory in Karnataka: કર્ણાટકમાં કાંગ્રેસની શાનદાર જીત થઈ છે. આજે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પાર્ટીએ બહુમતનો આંકડો પાર કર્યા છો. જોકે, બપોરે 12 વાગ્યા પહેલા જ ટ્રેન્ડમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંગ્રેસ જીતી રહી છે. વિવિધ કાંગ્રેસ કાર્યાલયોમાં વિજય ની ઉજવણી મનાવવામાં આવી રહી છે. બધાને મિઠાઈ વેંહચાવામાં આવી રહી છે.

ભાજપે હાર સ્વીકારી લીધી

લગભગ એક વાગ્યાની આસપાસ ભાજપે હાર સ્વીકારી લીધી. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ આગળ આવ્યા અને કહ્યું- પરિણામોનું એનાલિસિસ કરીશું, પાર્ટી લોકસભા ચૂંટણીમાં જોરદાર વાપસી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસને જીત માટે અભિનંદન પાઠવ્યા.

રાહુલ ગાંધી બપોરે 2.30 વાગ્યે દિલ્હીમાં મીડિયા સમક્ષ હાજર થયા હતા. 6 વખત મીડિયાને નમસ્કાર કર્યા અને 2 મિનિટનો સમય માગ્યો. પછી કહ્યું- અમે નફરતથી લડાઈ લડ્યા નથી. કર્ણાટકએ બતાવ્યું છે કે દેશને પ્રેમ ગમે છે.

આ પણ વાંચો… Sachin Tendulkar filed a complaint: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે મુંબઈ સાઈબર સેલમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો