150 workers joined BJP: ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
150 workers joined BJP: સુવા ગામના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસ છાવણીમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે.
ભરુચ, 21 જુલાઇઃ 150 workers joined BJP: ભાજપ સરકારની કામગીરી અને વધતા પ્રભાવમાં કોંગ્રેસ હવે બેકફૂટ ઉપર છે. રોજ કોંગ્રેસના ગઢમાં ગાબડા પડી રહ્યા છે. વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પણ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાની કામગીરીના પગલે હવે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપ સાથર જોડાઈ રહ્યા છે. જેમાં સુવા ગામના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસ છાવણીમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે.
ભરૂચ જિલ્લામાં એક પછી એક કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ થોડા સમય પહેલાજ સામુહિક રીતે કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા. આ ભાંગણની કળ હજી વળી ન હતી ત્યાં કોંગ્રેસના ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર તેમના ૩૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભુકમ્પ સર્જાયો હતો જેના આઘાતમાંથી કોંગ્રેસ હજી બહાર આવી નથી ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે.
આ પણ વાંચોઃ Doctor strike: રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા
ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસનીતિ તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની કામગીરીથી લોકો પ્રભાવિત થયા છે. જેને લઈ હવે તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. ધારાસભ્ય અરુણસિંહ રણાના માર્ગદર્શનમાં વાગરા તાલુકાના ભાજપના આગેવાનો નકુલસિંહ તથા ઉત્પલસિંહના પ્રયાસોથી કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે. જેમાં વાગરા તાલુકાના સુવા ગામના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.
વાગરા ના સુવા ગામના આગેવાનશ્રીઓ બાધરભાઈ ગોહિલ, નિલેશસિંહ ગોહિલ, ભાવેશભાઈ વૈષ્ણવ, દલસુખભાઈ ગોહિલ,અશ્વિનભાઈ ગોહિલ સહિતના અંદાજીત ૧૫૦ થી વધુ નવયુવાનો ભાજપમાં જોડાતા ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ તમામ આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.આ અવસરે જિલ્લા ભાજપનાં તથા તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(સોર્સઃ ન્યુઝ રીચ)
આ પણ વાંચોઃ Youth Model Assembly: ગુજરાત વિધાનસભામાં આવતી કાલે ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમ યોજાશે, સીએમ કરશે ઉદઘાટન
