A meeting of the Collector was held to arrange the Parikrama Mahotsav: અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

A meeting of the Collector was held to arrange the Parikrama Mahotsav: અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક મળી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 એપ્રિલ:
A meeting of the Collector was held to arrange the Parikrama Mahotsav: યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંગે અંબાજી મંદિર પરિસર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.

આ બેઠક દરમિયાન વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈ પૂર્વક થાય અને સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમ્યાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા કલેકટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલ, વ્યવસ્થાપક એજન્સીઓ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Petrol is more expensive in Rajasthan than in Gujarat: ગુજરાત કરતા રાજસ્થાન માં પેટ્રોલ પ્રતિ લિટરે 14 થી 15 રૂપિયા વધારે મોંઘુ

Gujarati banner 01