Gabbar darshan

Gabbar darshan: અંબાજી જવાનું વિચારતા હોય તો જાણી લો આજે બપોરથી ગબ્બરના દર્શન બંધ રહેશે- આ છે કારણ

Gabbar darshan: અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે.

અંબાજી, 04 એપ્રિલઃ Gabbar darshan: અંબાજી માં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, ગબ્બરગઢ ઉપર મધપૂડા ઉડાડવાની કામગીરીને લઈને બપોરે 3 વાગ્યા બાદ ગબ્બર ટોચ ઉપર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 એટલે કે આજ માટે જ છે.

ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીન કારણે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા આવતા હોય છે. બીજી બાજુ અત્યારે ભારે ગરમી પડી રહી છે ત્યારે મધમાખી કરડવાની શક્યતા વધી જાય છે. ગબ્બરમાં ઘણી જગ્યાએ મધપુડા અવેલા છે. જો ગબ્બર પર કોઈને મધમાખી કરડે તો તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ હોવાથી આ મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Sri lanka govt blocks access to social media: શ્રીલંકામાં કરફ્યૂ બાદ હવે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ

આ પણ વાંચોઃ Gujarat Government decision for teacher: શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.