mithali raj

Adani Ahmedabad Marathon: પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ અદાણી અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ કરશે

Adani Ahmedabad Marathon: મિતાલી રાજ 26 નવેમ્બરે અદાણી અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ કરશે

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ Adani Ahmedabad Marathon: અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિ એક નવા કોર્સ અને નવા સ્ટાર્ટ-ફિનિશ પોઈન્ટ સાથે ફરી એકવાર દિલધડક બની રહેશે. 26 નવેમ્બરે દોડવીરોની મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શરૂ અને સમાપ્ત થશે.

મેરેથોનની સાતમી આવૃત્તિને ફ્લેગ ઓફ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ સુપ્રસિદ્ધ ક્રિકેટર મિતાલી રાજ હશે. ભારતીય રમતજગતમાં 20 વર્ષથી વધુ યોગદાન કરનાર મિતાલી સૌથી યોગ્ય રમતવીરોમાંની એક ગણાય છે. તે WPL ટીમ ગુજરાત જાયન્ટ્સની સલાહકાર અને માર્ગદર્શક પણ છે. મેરેથોનના રજીસ્ટ્રેશનમાં દર વર્ષે વધારો થતો જોવા મળ્યો છે. તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે તે જીવનને ઉન્નત બનાવવાનો માર્ગ પણ મોકળો કરે છે.

અદાણી #Run4OurSoldiers ની સહભાગી શ્રેણીઓમાં ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી દોડ અને 5 કિમી દોડનો સમાવેશ થાય છે. એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ (AIMS) દ્વારા પ્રમાણિત આ મેરેથોનમાં રેસના ડિરેક્ટર તરીકે AIMSના વાઇસ પ્રેસિડેન્ટ અને ટેકનિકલ ડિરેક્ટર ડેવ કન્ડી હશે.

મેરેથોન દરેકને મેડલ જીતવાની તક તેમજ સશસ્ત્ર દળોના કલ્યાણ માટે દાન આપે છે. તેમાં પરોપકારી પ્રયાસોમાં મદદરૂપ યુનાઈટેડ વે ઈન્ડિયા ભાગીદાર છે. સહભાગીઓ સશસ્ત્ર દળોના કલ્યાણ, આરોગ્યસંભાળ, શિક્ષણ, આજીવિકા, પર્યાવરણ, ટકાઉપણું, આપત્તિ રાહત અને પુનર્વસન, વિવિધતા, સમાનતા, સમાવેશ અને એનજીઓની ક્ષમતા નિર્માણ જેવા કારણોને સમર્થન આપવાનું પસંદ કરી શકે છે.

દોડવીરો ચૅરિટી બિબ્સ પસંદ કરીને ભંડોળ ઊભું કરવામાં જોડાઈ શકે છે, જે પસંદ કરેલા કારણો માટે આવકનો એક ભાગ ફાળવે છે. યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રેરિત કરવા આ મેરેથોનમાં આર્મી દ્વારા કેટલાક શક્તિશાળી શસ્ત્રોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.

મિતાલી રાજે જણાવ્યુ હતું કે” અદાણી અમદાવાદ મેરેથોન એ જીવનની સફર જારી રાખવા તેમજ લોકોને મદદરૂપ થવા માટેનું એક અદભૂત પ્લેટફોર્મ છે, પછી તે સશસ્ત્ર દળો હોય કે ચેરિટી જૂથો. ભૂતપૂર્વ એથ્લેટ તરીકે હું કહી શકું છું કે ફિટ અને સ્વસ્થ શરીર અને મન સિવાય બીજું કંઈ નથી.

હું દરેકને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરું છું કારણ કે તમારી સહભાગિતાને કારણે કેટલાય લોકોને મદદ મળે છે. 26 નવેમ્બરના રોજ સૌ હાજર રહીને તમારી જાત તેમજ અન્ય લોકોને મદદરૂપ બનો”.

આ પણ વાંચો… Railway Crossing Closed: સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ બંધ રહેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો