વર્ષ 2008માં અમદાવાદ થયેલા સિરિયલ બ્લાસ્ટ(ahmedabad blast case)ના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 24 માર્ચઃ વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલામનની ધરપકડ કરાઈ છે. સલમાનની 2008 બ્લાસ્ટ કેસ (Ahmedabad blast case) માં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કેરલથી ધરપકડ કરી હતી. શોએબ પોટ્ટીનીકલ નામના આરોપીની બ્લાસ્ટમાં મુખ્ય સંડોવણી હોવાનું માનવામાં આવ્યું હતું. શોએબ આતંકી રિયાઝ અને ઈકબાલ ભટકલનો ખાસ માણસ ગણાતો હતો તેમજ તે તમામ બોમ્બ માટે ચીપ લઈને આવ્યો હતો.
આ પણ વાંચો….