કેન્દ્ર સરકાર બાદ રાજ્યમાં પણ રસીકરણ(Gujarat vaccination)ને લઇને જાહેરાત, ૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવી

Gujarat vaccination

ગાંધીનગર, 24 માર્ચઃ કોરોનાના કેસમાં દિવસને દિવસે વધારો થયા કરે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે પહેલી એપ્રિલથી 45 વર્ષના વ્યક્તિને કોરોનાની રસી(Gujarat vaccination) આપવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર બાદ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવી એ જણાવ્યુ છે કે,ભારત સરકારશ્રીની નવી માર્ગદર્શિકા મુજબ આગામી ૧લી એપ્રિલ, ૨૦૨૧થી રાજયમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો ને કોવિડની રસી અપાશે.

ADVT Dental Titanium

ડૉ. રવી એ ઉમેર્યુ કે, ૪૫ વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી(Gujarat vaccination) આપવામાં આવશે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ થી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહિ.

Whatsapp Join Banner Guj

વધુમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે માહિતી આપતા ડો. રવીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન – કોવિશિલ્ડના ૨(બે) ડોઝ વચ્ચે ચાર થી આઠ અઠવાડિયાનું અંતર (૬ અઠવાડિયા ઇચ્છનીય) રાખવા જણાવાયુ છે.

આ પણ વાંચો…..

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ