Ambaji gram panchayat secretary: અંબાજી ગ્રામ પંચાયત ની અધધધ 7.57 કરોડની વેરા વસુલાત બાકી ગ્રામ પંચાયત ના સેક્રેટરી બદલીની ચક્કરમાં…
Ambaji gram panchayat secretary: યાત્રાધામ અંબાજીની ગ્રામપંચાયત ગુજરાતની સૌથી મોટી પંચાયત માનવામાં આવે છે
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 14 ડિસેમ્બર: Ambaji gram panchayat secretary: યાત્રાધામ અંબાજીની ગ્રામપંચાયત ગુજરાતની સૌથી મોટી પંચાયત માનવામાં આવે છે. જેના વિકાસને લઈ રાજ્ય સરકાર જ નહીં પણ કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્ન કરી રહી છે પણ અંબાજી ગ્રામપંચાયત ના કર્મચારીઓના પેટ નું પાણી હલતું નથી જાણે વિકાસ માં કોઈ રસ જ ન હોય રીતે જયારે ત્યારે કરોડો રૂપિયા ની વેરા વસુલાત ના ગીતો ગાતાજ નજરે પડતા હોય છે.
અંબાજી સ્થાનિક લોકોમાં ગ્રામપંચાયત દ્વારા ઉઘરાવાતા વિવિધ વેરાઓ થકી વર્ષ 2022-23 વર્ષ ના ડિસેમ્બર મહિનાના વેરા વસુલાત ની પત્રક અનુસંધાને સ્થાનિક રહેવાસીઓ માં રૂપિયા 5775774/- (અંકે રૂપિયા સાત કરોડ સતાવન લાખ પંચોતેર હજાર સાતસો ચુંબોતેર)ની વેરા વસુલાત બાકી નીકળે છે આ વેરાવસુલાત ના પગલે અનેકો વખત કર્મચારીઓના પગારો પણ ચઢી જતા હોય છે ત્યારે ગ્રામપંચાયત માં જવાબદાર અધિકારીઓ દ્વારા આ વેરા વસુલાત અંગે કોઈ જ ઠોસ કાર્યવાહી કરાતી હોય તેવા પરિણામો જોવા મળતા નથી.
પરિણામે વેરા વસુલાત ઠેર ની ઠેર રહેવા પામેલ છે એટલુંજ નહીં પંચાયત ના જવાબદાર અધિકારી ગણાતા સેક્રેટરી પણ પોતાને અંબાજી ની પંચાયત માં લાંબા સમય ની નોકરી થઇ હોવાથી પોતે પણ બદલી ની ફિરાક માં હોય તેમ લાગી રહ્યું છે ને જયારે ત્યારે કોઈ ચર્ચાસ્પદ બાબાત બને તો લોકો ને તાકાત હોય તો મારી બદલી કરાવી દો મને સુઈગામ કે માવસરી મુકાવી દો તેવી વાતો વાઘોડતા હોય છે.
અંબાજી ગ્રામપંચાયત એવી જગ્યા એ સ્થાપિત થયેલી છે જ્યાં રાજ્ય નું નહીં પણ દેશ ને દુનિયા માં મોખરા નું સ્થાન ધરાવતું શક્તિપીઠ સમાયેલું છે અંબાજી ગ્રામપંચાયત અનેકો વખત દબાણો દૂર કરવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે પંચાયત કચેરી ની આજુબાજુ માં પણ અનેક દબાણો લાંબા સમય થી લાગેલા જોવા મળે છે.
પરિણામે મંદિર ના સાત નંબર વાળા vip માર્ગ સાંકળો થઇ જતા અકસ્માત સર્જવાનો ભારે ભય લોકો ને સતત સતાવ્યા કરે છે કેટલાક વચેટિયા ઓ ના કારણે પારવાર યોજાતી દબાણ ઝુંબેશ નિષ્ફળ જાય છે ને મેળાપિપલા ના કારણે દબાણદારો ફરી યથા સ્થાને બેસી જતા હોય છે અંબાજી ગ્રામપંચાયત ના સેક્રેટરી માટે સ્થાનિક સ્તરે રહેણાંક માટે મકાન ના અભાવે રોજે રોજ પાલનપુર થી અપ ડાઉન કરવું પડે છે.
જેના પરિણામે પંચાયત કચેરી માં પણ સમય ની નિયમિતતા જળવાતી નથી તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તાકીદે આ બાબતે ઉંડાણ પૂર્વક રસ લઈ ઘટતા પગલાં લેવાય તેમ ગ્રામ જનો ઈચ્છી રહ્યા છે ને સેક્રેટરી ને જો માવસરી કે સુઈગામ તરફ બદલી ની ઈચ્છા હોય તો તેને પણ પરિપૂર્ણ કરવી જોઈએ તેવો આલાપ પ્રવર્તી રહ્યો છે
આ પણ વાંચો: ST bus time table change: ધારીસણા, પાટનાકુવા ગામના મુસાફરો એક મહિનાથી થઇ રહ્યા છે પરેશાન, જાણો કારણ…

