ST Bus time Change

ST bus time table change: ધારીસણા, પાટનાકુવા ગામના મુસાફરો એક મહિનાથી થઇ રહ્યા છે પરેશાન, જાણો કારણ…

ST bus time table change: એસટી બસના સમયપત્રકમાં બિનવ્યવહારૂ ફેરફાર કરવાને લીધે મુસાફરો પરેશાન

અમદાવાદ, 14 ડિસેમ્બર: ST bus time table change: દહેગામ ડેપોમાં બસની અનિયમિતાની કેટલીક ફરિયાદો સામે આવતી હોય છે, વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ નોકરીયાત લોકો ડેપો સંચાલકની દાદાગીરી, બેદરકારી અને પૂછનાર કોણ એવી માનસિકતાનો ભોગ બની રહ્યા છે. આ અંગે કોઇ મુસાફર રજુઆત કરવા જાય તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

ST Bus time Change 1

ત્યારે દહેગામમાં વધુ એક બસની અવવ્યસ્થાને લઇ મુસાફરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દહેગામ તાલુકાના ધારીસણા, પાટનાકુવા રૂટના આવતા મુસાફરો એસટી બસના સમયપત્રકમાં બિનવ્યવહારૂ ફેરફાર કરવાને લીધે પરેશાન થઇ રહ્યા છે. મુસાફરોને કલાકો સુધી રાહ જોઇને ઉભા રહેવું પડે છે, છતાં ડેપો સત્તાવાળાઓના પેટનું પાણી પણ હલતું નથી.

દહેગામ તાલુકાના ધારીસણા, પાટનાકુવા સહિત સાતથી આઠ ગામના મુસાફરોને આવરી લેતી એક નિયમિત બસનો ટાઇમ ફેરબદલ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

ડેપો સંચાલક તરફથી બસ એક જવાબ મળે છે કે, બે દિવસમાં થઈ જશે. પરંતુ બે દિવસનું કહેતા આજે મહિના જેટલો સમય વિતી ગયો છે. પરંતુ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. તે કોઇ યોગ્ય નિરાકરણ લાવવવામાં આવતું નથી. જેને લઇ રોષે ભરાયેલા મુસાફરો ફરી એકવાર ડેપોમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

અમદાવાદ, ગાંધીનગર ખાતે રોજગાર માટે જતાં નોકરીયાત વર્ગો, મુસાફરોનું કહેવું છે, પહેલાના સમયપત્રક મુજબ આ બસ અમદુપુરાથી સાંજે 7 વાગે ઉપડી દહેગામ રાત્રે 8:15 વાગે પહોંચતી હતી, જે હવે સમયમાં ફેરબદલ કરતા આ બસ રાત્રે 9:30 વાગેની આસપાસ આવે છે, જેના કારણે મુસાફરોને બે-બે કલાક રાહ જોવી પડે છે.

ડીવિઝન કંટ્રોલ દ્વાર બહાના બાજી

ડેપો પોઇન્ટ પર બેસતા કર્મીઓ આ મામલે જવાબ આપવાને બદલે ઉપરી અધિકારી ડીસીને જવાબદાર ઠેરવે છે. ડીસીના નિર્ણય બાદ બસ રાબેતામુજબ ચાલુ થશે તેવું તેમનુ કહેવું છે. દહેગામ ડેપો મેનજરે પણ આ અંગે ડીસીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી છે, છતાં નિરાકરણ આવ્યું નથી.

કેટલાક નોકરીયાત વર્ગના મુસાફરોએ અમદાવાદ ડીસીનો સંપર્ક કરીને અગાઉની જેમ સમયપત્રક મુજબ બસ દોડાવવા વિનંતી કરી ત્યારે એક યા બીજા કારણો આપીને ટાળે છે. ચૂંટણીઓ છે, તહેવારો છે, અને હવે સ્વામીનારાયણ મહોત્સવ છે તેવા બહાના કાઢીને ગલ્લાંતલ્લાં કરે છે. બીજી તરફ ડીસીને અનેકવાર રજૂઆત કરવા છતાં નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે, જ્યારે મુસાફરો છેલ્લા એક મહિનાથી બસના ટાઈમમાં ફેરફાર કરતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુસાફરોની લાગણી છે કે અગાઉની જેમ બસનો ટાઇમ કરવામાં આવે.

આ પણ વાંચો: Richest person in the world: એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ, આ બિઝનેસમેન બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ…

Gujarati banner 01