Gabbar mandir

Ambaji Mahadev mandir: હવે અંબાજીમાં શક્તિપીઠની સાથે શિવજીના પણ થશે દર્શન- વાંચો સંપૂર્ણ વિગત

Ambaji Mahadev mandir: આજે મહાદેવ જી ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો પ્રથમ દિવસ હોવા છતા દર્શનાર્થી ઓ નો ભારે ઘસારો જોવા મલ્યો હતો.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૮ જુલાઈ:
Ambaji Mahadev mandir: ગુજરાત ની અતિ પાવન ભૂમિ ગણાતી શક્તિપીઠ અંબાજી ના ગબ્બર ગઢ ઉપર માં અંબા બિરાજ માન છે ત્યારે ગબ્બર ની સામે ની એક મોટા ડુંગરા ઉપર ભગવાન શિવજી નું મંદિર બનાવી આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી છે ગબ્બર ની સામે સંત શ્રી ડુંગર પુરી મહારાજ ની અતિ પ્રાચીન ધૂણી આવેલી છે.

Ambaji Mahadev mandir

જે જમીન સ્તર થી 1000 ફૂટ ની ઊંચાઈ એ ધૂણી વાળા સ્થળે ભગવાન ભોળાનાથ ની મંદિર બનાવી વિધ્વાન શાસ્ત્રી ઓ દ્વારા અનેક સાધુ સંતો ની ઉપસ્થિતિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે આજે પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ ઓ ની ભીડ જોવા મળી હતી અને મંદિરે જવાનો માર્ગ જે પહાડી માં થી પસાર થાય છે તે માર્ગ ઉપર શ્રદ્ધાળુ ઓ ની અવર જવર આકર્ષક બની હતી

આ પણ વાંચો…CT Scan Mashine: સંભવિત કોરોનાના થર્ડ વેવને પહોંચી વળવા આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, આપવામાં આવી આ સુવિધા- વાંચો વિગત

આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં તપસ્વી સંત શંકરપુરી મહારાજ જે કાળા બાબાજી ના હુલામણા નામ થી ઓળખાય છે તેમના સાનિદ્યમાં આજે ડુંગરેશ્વર મહાદેવજી મંદિર ની સંપૂર્ણ વિધિ સંપૂર્ણ કરવા માં આવી હતી આજે મહાદેવ જી ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો પ્રથમ દિવસ હોવા છતા દર્શનાર્થી ઓ નો ભારે ઘસારો જોવા મલ્યો હતો.

Ambaji Mahadev mandir

જોકે ગબ્બર ગઢ ની સાંમે ઉંચા પહાડ ઉપર નિર્મીત થયેલા આ મંદિર ના સ્થળે થી જંગલ ના રમણીય નજારો જોવા મલે છે ને હાલ માં વરસાદ ની સિઝન માં રોચક દ્શ્યો જોવા મલે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.