RTPCR test charges: ગુજરાતમાં RTPCR ટેસ્ટના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો, ખાનગી લેબ નહિ વસૂલી શકે વધુ ચાર્જ

  • RTPCR test charges: આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો
  • RTPCR test charges: જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરાયો. હવે 550 રૂપિયા ટેસ્ટ થશે
  • એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો

ગાંધીનગર, 28 જુલાઇઃ RTPCR test charges: કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ CT Scan Mashine: સંભવિત કોરોનાના થર્ડ વેવને પહોંચી વળવા આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, આપવામાં આવી આ સુવિધા- વાંચો વિગત

આમ, આરટીપીસીઆર ટેસ્ટ(RTPCR test charges)ના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી છે. તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ થાય છે. ત્યારે સરકારે આરટીપીસીઆર ટેસ્ટનો દર ઘટાડ્યો છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી આ ટેસ્ટ 400 રૂપિયામાં જ ખાનગી લેબોરેટરીના કરાવી શકાશે. તેમજ જો ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

હવે 550 રૂપિયામાં ઘરે આરટીપીઆર ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ એરપોર્ટ પર આ ટેસ્ટ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 

Whatsapp Join Banner Guj