Ambaji temple bhandara income: યાત્રીઓના પ્રમાણ માં ઘટાડો થવા છતાં અંબાજી મંદિર ને દાન ભેટ ની ભંડારા માં અધધ આવક જોવા મળી
Ambaji temple bhandara income: શક્તિપીઠ અંબાજી મંદિર ના ભંડારા ની આવક પહેલી ફેબ્રુઆરી થી આજ દિન સુધી કુલ 22 દિવસ માં 1,00,71,870/- ની માત્ર છુટક દાન ની આવક માં થઇ
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૩ ફેબ્રુઆરી: Ambaji temple bhandara income: ગુજરાતમાં હાલ તબક્કે કોરોના ના કેસ માં સતત ઘટાડો થતા અંબાજી સહીત રાજ્ય ના મોટા મંદિરોમાં દાનની આવકમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં સતત દાન ની સર્વાણી વહી હતી અને ત્યાર બાદ ફરી એક વાર અંબાજી મંદિર ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ન વધે તેના માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું અને ત્યાર બાદ પહેલી ફેબ્રુઆરી થી સરકારની એસઓપી અને કોરોનાનું સંક્રમણ ને વધે તેવી મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લુ મુકાયુ હતુ.

જોકે હાલ તબક્કે સતત કોરોના ના ડર વચ્ચે પણ દર્શનાર્થીઓ નિયમિત કરતા ઓછી સંખ્યા માં ચોક્કસ જોવા મળ્યા છે પણ યાત્રિકોના પ્રમાણ માં ઘટાડો થવા છતાં અંબાજી મંદિર ને દાન ભેટ ની ભંડારા માં અધધ આવક (Ambaji temple bhandara income) જોવા મળી છે પહેલી ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિર ની ભંડારા ની આવક ની ગણતરી ત્રણ વખત કરવામાં આવી હતી.

જેમાં પ્રથમ ભંડારો 8 ફેબ્રુઆરી રૂપિયા 22,13 ,675/-, 17 ફેબ્રુઆરી એ ગણવામાં આવ્યો તેમાં રૂપિયા 50,97,૨૩૦/-, જયારે આજે ૨૩ ફેબ્રુઆરી હાથ ધરાયેલી ભંડારા ની ગણતરી માં રૂપિયા 27,60,965/- ની ગણતરી થવા પામી છે આમ પહેલી ફેબ્રુઆરી થી આજ દિન સુધી કુલ 22 દિવસ માં શક્તિપીઠ અંબાજી મંદિર ના ભંડારા ની (Ambaji temple bhandara income) આવક 1,00,71,870/- (એક કરોડ ઈકોતેર હજાર આઠસો સિત્તેર) ની માત્ર છુટક દાન ની આવક ભંડાર માં થઇ છે.
જે ગત સમય માં 20 થી 25 લાખ ની સરેરાશ હતી ત્યાં આ વખતે ભંડાર દીઠ ગણતરી માં 30 થી 35 લાખ થવા પામેલ છે આમ અંબાજી મંદિરમાં સતત ભંડાર ની આવક માં વધારો જોવા મળતા કોરોના કાળ ની મહામારી માં દર્શનાર્થીઓ ની આસ્થા માં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: 10-12 exam date 2022: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, વાંચો વિગતે
જો રાજ્યના અન્ય મોટા મંદિરો ની 22 દિવસ માં આવક ના લેખ જોખા જોઈએ તો સોમનાથ મંદિરે મહીને 60 લાખ, ડાકોર માં 22 દિવસ માં 66 લાખ, ભદ્રકાળી મંદિર 2.5 લાખ, ઇસ્કોન મંદિર 1.5 લાખ, વડતાલ મંદિર 52 લાખ, સાળંગપુર ના હનુમાનજી મંદિર 55 લાખ, જયારે શક્તિપીઠ અંબાજી મંદિર માં 22 દિવસ માં 1,00,71,870 ( એક કરોડ ઈકોતેર હજાર આઠસો સિત્તેર) ની આવક જોતા રાજ્ય ના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવક ની દ્રષ્ટીએ કોરોના કાળ માં પણ અગ્રસેર રહ્યું હોવાનુ સવજીભાઈ પ્રજાપતિ (હિસાબી અધિકારી,મંદિર ટ્રસ્ટ) અંબાજીએ જણાવ્યુ હતુ છે.
- કોરોના ના ડર વચ્ચે અંબાજી માં દર્શનાર્થીઓ નિયમિત કરતા ઓછી સંખ્યા માં ચોક્કસ જોવા મળ્યા…………
- પહેલી ફેબ્રુઆરી થી આજ દિન સુધી કુલ 22 દિવસ માં શક્તિપીઠ અંબાજી મંદિર ના ભંડારા ની આવક 1,00,71,870/- ની માત્ર છુટક દાન ની આવક ભંડાર માં થઇ………….
- જોતા રાજ્ય ના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવક ની દ્રષ્ટીએ કોરોના કાળ માં પણ અગ્રસેર રહ્યું…………..
- કોરોનાનું સંક્રમણ ને વધે તેવી મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લુ મુકાયુ હતુ…………..
- યાત્રિકોના પ્રમાણ માં ઘટાડો થવા છતાં અંબાજી મંદિર ને દાન ભેટ ની ભંડારા માં અધધ આવક જોવા મળી………….
- સતત કોરોના ના ડર વચ્ચે પણ દર્શનાર્થીઓ નિયમિત કરતા ઓછી સંખ્યા માં ચોક્કસ જોવા મળ્યા…………..