Ambaji Yagnopavit: અંબાજીમાં 11મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાશે
Ambaji Yagnopavit: ગત દસ વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ 11 મો સમૂહ જનોઈ તથા લગ્નોત્સવ આયોજન કરેલ છે
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 09 ફેબ્રુઆરી: Ambaji Yagnopavit: પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ગામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આયોજિત કરેલ છે. ગત દસ વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ 11 મો સમૂહ જનોઈ તથા લગ્નોત્સવ આયોજન કરેલ છે 11 મો પ્રસંગમાં 55 બટુકોને સમૂહ જનોઈ અને 8 યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડશે.
આ પ્રસંગે અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિધવાન પંડિતો સહિત વિપ્ર મંડલના શાસ્ત્રો દ્વારા તમામને હિન્દુ વિધિ પ્રમાણે પ્રસંગને સફળ બનાવશે આ સમગ્ર પ્રસંગ અંબાજી જીએમડીસી ખાતે યોજાશે આ સમૂહ લગ્નોત્સવ માં યુગલોને મોટાભાગની તમામ ઘરવખરી ની સામગ્રી દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનું પણ વિતરણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ ભોજન તથા શોભા યાત્રાની યોજાશે. દાન દાતાઓ આ કાર્યક્રમ ને શોભાવશે.
આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે મહેમાનોનું સ્વાગત 12 39 કલાકે નવદંપતી ના હસ્ત મેળાપ અને સાંજે 4:35 થી છો સુધી કન્યા વિદાય નો પ્રસંગ ઉજવાશે અને યજ્ઞોપવિત ત્રણ કલાકે બટુક શોભાયાત્રા સ્વરૂપે યોજાશે આ પ્રસંગે ચોળક્રિયા પણ અંબાજી ના નાઈ સમાજ દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે અંબાજીના બ્રાહ્મણ સમાજના ઉચ્ચ પિસ્તાને પ્રાપ્ત કરેલ યુવાનોને અને દાન દાતાઓ ઓનું સન્માન કરવામાં આવશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
