arjun modhwadia

Arjun modhwadia target on BJP: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પેટ્રોલ-ડીઝલ ને લઇને ભાજપા પર સાધ્યો નિશાનો, કહી આ વાત

Arjun modhwadia target on BJP: ભાજપ સરકારે ખાનગી પેટ્રોલીયમ કંપનીઓને મનફાવે તેવા ભાવ વસુલવાની છુટ આપી લોકોને લૂંટવાનો પરવાનો આપ્યો- અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, ૨૨ જૂન: Arjun modhwadia target on BJP: ખાનગી પેટ્રોલીય કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો-રાત જંગી વધારો ઝિંકી દીધો છે. તે અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કૃત્રિમ તંગીના નાટકના નામે કેન્દ્રની ભાજપ સરકારે ખાનગી પેટ્રોલીય કંપનીઓને પેટ્રોલ-ડીઝલના મનફાવે તેવા ભાવ વસુલવાનો પરવાનો આપી દીધો છે. એકબાજુ સરકારી પેટ્રોલીય કંપનીઓના પેટ્રોલપંપ ઉપર પુરતો જથ્થો રાખવામાં આવતો નથી.

બીજી બાજુ ખાનગી કંપનીઓ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે. નાયરાના પંપમાં ડીઝલમાં 6 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની 98 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો 101 રૂપિયા ભાવે પેટ્રોલ વેચી રહી છે. શેલ કંપની પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ સીધા 31 રૂપિયાના ભાવ વધારા સાથે 125 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે. 

આ પણ વાંચો: Gujarat ambulance van service: આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવારની કાળજી રાખતી ગુજરાત સરકાર, સેવામાં ૮૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન

Advertisement

અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની ઉભી થયેલ કૃત્રિમ તંગીના કારણે અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાઈનો લાગતી હતી. ત્યારે આ તંગી દુર કરવાના નામે કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલીયમ કંપનીઓ માટે એક યુએસઓ ઓર્ડર કર્યો છે, જેમાં પેટ્રોલીયમ કંપનીઓને પેટ્રોપ પંપ પર પુરતો જથ્થો રાખવો ફરજિયાત હોવાનું જણાવ્યું હતું, જો કે તે સાથે ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ આપી દીધી છે.

જેને ફાયદો ઉઠાવી ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર આવી રીતે લૂંટના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે અને ચીજ વસ્તુઓના ભાવમાં પણ ભડકો થશે. પરંતુ તેની સરકારને કંઈ પડી નથી. ભાજપ સરકારને તો માત્ર ધારસભ્યોને ખરીદીને જનતાએ ચુંટેલી સરકારો પાડવામાં રસ છે. ભાજપ સરકારને મારી વિનંતી છે કે ધારાસભ્યોની ખરીદીની જગ્યાએ લોકોને રાહત આપવા ઉપર ધ્યાન આપે!

Gujarati banner 01

Advertisement