arjun modhwadia

Arjun Modhwadia’s appeal to the state government: ડોક્ટર હડતાળનું સુખદ સમાધાન લાવવા રાજ્ય સરકારને અર્જુન મોઢવાડિયાની અપીલ

Arjun Modhwadia’s appeal to the state government: કોરોના કાળમાં દિવસ રાત સેવા આપી લોકોના જીવ બચાવનાર ડૉક્ટર્સ સાથે અન્યાય કરી રહી છે રાજ્યની ભાજપ સરકાર: અર્જુનભાઈ મોઢવાડિયા

  • કોરોના હળવો થતા જ ભાજપ સરકાર ડોક્ટર્સ અને આરોગ્ય કર્મીઓ સાથે “ગરજ સરી તો વૈદ વેરી” જેવો વ્યવહાર કરી રહી છે
  • સરકાર કાયમી ડૉક્ટરોની ભરતી કરવાની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ ભરતી કરી રાજ્યની આરોગ્ય સેવાઓ સાથે રમત રમી રહી છે
  • રાજયભરમાં સરકારી મેડિકલ કોલેજમાં 400 પદ ખાલી, રિટાયર્ડ તબીબી શિક્ષકોને પેન્શન આપવામાં આવતુ નથી
  • આરોગ્ય સરકારની પ્રાથમિક્તા હોવી જોઈએ, બીજી યોજનાના અમલમાં વહેલા મોડુ થઈ શકે પરણ આરોગ્યને લગતી સમસ્યાઓ જીવલેણ બની શકે છે
  • સરકાર ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓની માંગો ઉપર ધ્યાન આપે અને તેમની સમસ્યાઓ દુર કરી હડતાળનું સુખદ સમાધાન લાવે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, 06 એપ્રિલ: Arjun Modhwadia’s appeal to the state government: ગુજરાતની સરકારી હોસ્પિટલના લગભગ 10 હજાર તબીબો પડતર માંગોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ડોક્ટરોની હડતાળના કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ બંધ છે. જેના કારણે નિર્દોષ દર્દીઓ અને તેમના પરિવારજનો પરેશાન થઈ ગયા છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયાની સાથે ગુજરાતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યુ હતું ત્યારે ડોક્ટર મિત્રો અને સ્વાસ્થ્ય કર્મીઓએ દિવસ રાત જાગીને લોકોના જીવ બચાવાનું કામ કર્યું હતું. ત્યારે ભાજપ સરકારે સ્વાસ્થ્ય કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેમની સામેની અન્યાયી જોગવાઈઓ અને પગારમાં રહેલ વિસંગતતાને દુર કરવામાં આવશે.

પરંતુ કોરોના કાળ પુરો થતા જ ભાજપ સરકારે “ગરજ સરી તો વૈદ વેરી” કહેવત મુજબ ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓની માંગો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ અવગણવાનું શરૂ કર્યું. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું સરકાર કાયમી ડૉક્ટરોની ભરતી કરવાની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ ભરતી કરી રાજ્યની આરોગ્ય સેવાઓ સાથે રમત રમી રહી છે. એટલુ નહી છેલ્લા 12-12 વર્ષથી તબીબોની બઢતી પણ આપવામાં આવી નથી. રાજયભરમાં સરકારી મેડિકલ કોલેજમાં 400 પદ ખાલી પડ્યા છે, પરંતુ તેને ભરવામાં આવતા નથી. રિટાયર્ડ તબીબી શિક્ષકોને પેન્શન આપવામાં આવતુ નથી.

civil hospital ahmedabad

ત્યારે આ સહિત 18 જેટલી પડતર માંગણીઓ ન સંતોષાતા ડોક્ટરો દ્વારા રાજ્ય સરકારને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ત્રણ થી ચાર વાર સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છતાં પડતર માંગણીઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નહીં. રાજ્ય સરકાર માંગો મુદ્દે માત્ર જુઠાણા ચલાવે છે. અગાઉ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ડોકટરોની માંગ પૂર્ણ કરી હોવાની જુઠી જાહેરાત કરી હતી.

આ પણ વાંચો..Al-Qaeda Leader Ayman Al-Zawahiri is ALIVE: અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો, ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા પણ માંગ સંતોષી લેવામાં આવી હોવાનું જુઠાણું ચલાવવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક્તા એ છે કે સરકારે ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને માત્ર લોલીપોપ આપવામાં આવ્યા છે. જેના કારણે આજે ના છુટકે ગુજરાતની સરકારી હોસ્પિટલના લગભગ 10 હજાર તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવુ પડ્યુ છે. જેના કારને લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયા છે.

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે(Arjun Modhwadia’s appeal to the state government) લોકોનું આરોગ્યએ સૌથી પહેલી પ્રાથમિક્તા હોવી જોઈએ. બીજી કોઈ યોજનાના અમલમાં વિલમ થાય તેનાથી કોઈનું જીવ જોખમમાં નહીં મુકાય, પરંતુ આરોગ્ય સેવાઓ ખોરવાશે તો અનેક લોકોના જીવ જઈ શકે તેમ છે. એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આ બાબત ઉપર યુદ્ધના ધોરણે ધ્યાન આપે. ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓની માંગો ઉપર ધ્યાન આપે અને તેમની સમસ્યાઓ દુર કરી હડતાળનું સુખદ સમાધાન આવે તેવા પ્રયત્નો કરે.

Gujarati banner 01