madhavpur mel

Madhavpur Fair: મેળા પૂર્વે નવા રંગરૂપ સજી રહી છે માધવરાયની નગરી માધવપુર

Madhavpur Fair: માધવપુર ઘેડના મેળા માટે ગુજરાત સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર પોરબંદરની તડામાર તૈયારીઓ

  • Madhavpur Fair: મેળામાં લોકસુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તંત્રનો ટીમવર્કથી કર્મયોગ

પોરબંદર, 06 એપ્રિલ: Madhavpur Fair: પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના હોય તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો...Arjun Modhwadia’s appeal to the state government: ડોક્ટર હડતાળનું સુખદ સમાધાન લાવવા રાજ્ય સરકારને અર્જુન મોઢવાડિયાની અપીલ

માધવપુર ઘેડમાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુસંગીક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.

Madhavpur Fair

પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે. મેળામાં તા.૧૦ થી તા. ૧૪ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓ ની ભવ્ય અને દિવ્ય રીતે રજૂઆત કરવામાં આવશે.

આ ઉપરાંત સ્ટોલ નિરદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.

Gujarati banner 01