danta city 2

Banaskatha Election: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ચૂંટણી મહોત્સવનો પ્રારંભ, ગામના રસ્તાઓ ગંદકીના ઢગલા જોવા મળ્યા- વાંચો વિગત

Banaskatha Election: 653 ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન આગામી 19 ડિસેમ્બરે યોજાનાર છે જેની મત ગણતરી 21 ડિસેમ્બરે

  • દાંતામાં સ્થાનિક પ્રશ્નોની વણઝાર જોવા મળી રહી છે
  • ગામમાં એક પણ બસ સ્ટેશન નથી ત્યાં માત્ર એક પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે
  • નાનો વ્યાપારી મથક હોવાથી ટ્રાફિક સમસ્યાઓથી પણ દાંતા ઘેયેલો જોવા મળી રહ્યું છે
  • રસ્તા ઉપર ખાડાનું રાહ જોવા મળી રહ્યું છે જેના માટે ખાસ કરીને સરકારે ગ્રાન્ટ આપવા છતાં મોટાખાડાઓ જોવા મળી રહ્યા છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૦ નવેમ્બર
: Banaskatha Election: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ચૂંટણી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં 653 ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન આગામી 19 ડિસેમ્બરે યોજાનાર છે જેની મત ગતરી 21 ડિસેમ્બરે હાથ ધરાશે

આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા તાલુકામાં 55 ગ્રામ પંચાયતો પૈકી 48 તથા એક ગ્રામ પંચાયતની મુદ્દત પુર્ણ પૂરી થતા દાંતા તાલુકાના 48 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે નુ વિધિવત રીતે જાહેર નામુ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર તાલુકા પંચાયતની ચૂંટણી રંગ જોવા મળી રહ્યો છે આ વખતે ગ્રામજનોમાં પણ સમજ આવી હોય ને સાચો નેતા કોણ તેને પારખવાની ક્ષમતા ધરાવતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે

દાંતા તાલુકા મથક આસપાસ ના ગામડાના લોકો તેમજ વેપારીઓ વેપારી મથક માનવામાં આવે છે ત્યારે દાંતામાં સ્થાનિક પ્રશ્નોની વણઝાર જોવા મળી રહી છે ખાસ કરીને દાંતા તાલુકા મથક છે જે અનેક સરકારી કચેરીઓ આવેલી છે આ તાલુકામાં 183 જેટલા નાના-મોટા ગામડાઓ સમાવેશ થયો છે અહીં ગામમાં એક પણ બસ સ્ટેશન નથી ત્યાં માત્ર એક પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે નાનો વ્યાપારી મથક હોવાથી ટ્રાફિક સમસ્યાઓથી પણ દાંતા ઘેયેલો જોવા મળી રહ્યું છે એક તરફ કોરોના ની મહામારી માથી લોકો માંડ બહાર આવ્યા છે ત્યારે ગંદકી ની ભરમાળ થી લોક ડેંન્ગ્યુ જેવા રોગોથી પીડાતા હોવાનું જોવા મળી રહ્યુ છે

ગામના રસ્તાઓ ગંદકીના ઢગલા થઈ ગયા છે, બજારમાં નાના-મોટા અનેક વાહનોની અવર જવર વધતી રહી છે ત્યારે રસ્તા ઉપર ખાડાનું રાહ જોવા મળી રહ્યું છે જેના માટે ખાસ કરીને સરકારે ગ્રાન્ટ આપવા છતાં મોટાખાડાઓ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં સફાઇના પ્રશ્નો પર ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે જેને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પીવાના પાણીનો પણ સળગતો પ્રશ્ન છે જે પ્રજા વચ્ચે જોવા મળી રહ્યો છે

જો કે ખાસ કરીને આ વખતે લોકો ભણેલા-ગણેલા લોકોની પસંદગી ઉતારે તેવું પણ લાગી રહ્યું છે તેમ બીજી તરફ ગટર વ્યવસ્થાના અભાવે ગળી મોહલ્લામાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જોવા મળી રહ્યા છે ગામના હવાડામાં ઢોરો ને પીવાલાયક પાણી નથી મળતુ જ્યા પાણી માં પણ ભારે ગંદકી જોવામળી રહી છે. ગામમાં કેટલાક સંપો ને કુવા ના ઢાકણા જોખમી જોવા મલી રહ્યા,

આ પણ વાંચો…Arrest homeguard: ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન લાંચ લેતાં ઝડપાયા

Whatsapp Join Banner Guj