Ramol Brutal attack case

Ramol Brutal attack case: સેશન કોર્ટમાં રામોલખાતે આધેડ પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓના જામીન નામંજૂર- વાંચો વિગત

Ramol Brutal attack case: યુવતીના સગપણની વાત લાવનાર આધેડ પર પ્રેમી માસિયાર ભાઇ સહિત ત્રણ લોકોએ કર્યો હતો હુમલો

અમદાવાદ, 30 નવેમ્બરઃ Ramol Brutal attack case: રામલોમાં યુવતીના લગ્ન માટે સગપણની વાત લાવનાર આધેડ પર જીવલેણ હુમલો કરનાર પ્રેમી સહિત ત્રણ આરોપીઓના જામીન અમદાવાદ સેશન કોર્ટ ફરી નામંજુર કર્યા છે. ‘આજે તને પતાવી દેવો છે..’ તેમ કહી આરોપીઓ લાકડીઓ લઇ તૂટી પડ્યા હતા જેમાં આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. E મામલે રામોલ પોલીસે બે માસીના દિકારા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ત્રણેય આરોપીઓ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે. ત્યારે જામીન પર બહાર આવવા માટે અરજી કરતા સતત ત્રીજી વખત કોર્ટે જામીન આપવાની મનાઇ ફરમાવી છે.

આજથી બે મહિના પહેલા રામોલ વિસ્તારમાં ઓઢવ રોડ પર આવેલ વિહળ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ ધરમશીભાઇ પ્રજાપતિએ રામલો પોલીસ સ્ટેશનમાં વિપુલ પ્રજાપતિ (સવાણી), ઘનશ્યમભાઇ પ્રજાપતિ (સવાણી) તેમજ ધીરજ પ્રજાપતિ (સવાણી) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પ્રકાશ ભાઇએ જણાવ્યું હતું કે, માસીના દિકરા વિપુલને વિમલ પાર્કમાં રહેતી કીર્તિકા ભીમાણી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. કીર્તિકાના લગ્ન ન થયા હોવાથી બે મહિના પહેલા કીર્તિકાના પિતાએ સગપણ માટે વાત કરી હતી. અને બાયોડેટા આપ્યો હતો. જે સંબંધની વાત નડિયાદ ખાતે રહેતા એક સમાજમાં કરી હતી. સગપણની વાત થતાં કીર્તિકાએ આ બબાતે વિપુલને જાણ કરી હતી.

જે વાતની અદાવત રાખી વિપુલ અને ઘનશ્યામ ભાઇ, પ્રકાશ ભાઇના ઘરે આવી કીર્તિકાના લગ્ન કરાવવાની વાતમાં વચ્ચે નહીં પડવાનું કહી પ્રકાશ ભાઇ સાથે બોલાચાલી કરી હતી. આ મામલે પ્રકાશ ભાઇએ સોસાયટીની બહાર જઇને વાત કરવાનું કહેતા ત્રણેય શિતલ છાયા ચોકડી પાસે ગયા હતા. જ્યાં વિપુલે પ્રકાશભાઇની ફેંટ પકડી જો તું કીર્તિકાનું ક્યાંય લગ્ન કરાવીશ તો આ રોડ ઉપર તેન ઢસડીને મારીશ તેમ કહી ગંદી ગાળો આપી જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ 83 Trailer Out: આતુરતાનો આવ્યો અંત ફિલ્મ 83નું ટ્રેલર થયુ રીલિઝ, જોઇને જ થશે ફિલ્મ તો હિટ છે બોસ…! જુઓ ટ્રેલર

પ્રકાશ ભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ નિયમિત મુજબ સવારે મોર્નિગ વોક માટે ઘરેથી સાડા પાંચ વાગે નીકળી ગયા હતા. તે દરમિયાન 6 વાગે મીરાબાઇ સર્કલથી કર્ણાવતી ચાર રસ્તા તરફ ભાથીજી ચોકડીથી આગળ રોડ ઉપર આવતા હતા, ત્યારે અચાનક પાછળથી કોઇએ ડાબા પગ ઉપર જોરદાર ફટકો મારતા નીચે પડી ગયા હતા. પાછળથી જોતા વિપુલભાઇ, ઘનશ્યામભાઇ તથા ધીરૂભાઇ તેમના હાથમાં લોખંડની કડીઓ વાળી લાકડીઓ લઇને ઉભા હતા. વિપુલે ગંદી ગાળો બોલીને, તને કીર્તિકાના લગ્ન કરાવવાની ના પાડવા છતાં તું માનતો નથી આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણેય જણાએ લાકડીઓ ફટકારી હતી. શરીરના કમરના ભાગે તેમજ હાથમાં ગંભીર રીતે લાકડીઓના ઘા વાગતા પ્રકાશભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. આ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સુધરી જજે નહીં તો જાનથી ખલાસ કરી નાખીશું તેવી ધમકી આપી ત્રણેય બાઇક લઇ ભાગી ગયા હતા.

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશભાઇને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ મામલે રોમોલ પોલીસે પ્રકાશભાઇની ફરિયાદ ભાદ માસીના દિકરા ઘનશ્યામ સવાણી વિપુલ ભાઇ તેજમ ધીરૂભાઇ સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા.

સતત ત્રણ વખત આરોપીના જામીન નામંજૂર

જ્યુડીશ્યલ કસ્ટડીમાં રહેલા વિપુલ પ્રજાપતિ, ઘનશ્યમભાઇ પ્રજાપતિ તેમજ ધીરજ પ્રજાપતિએ જામની માટે અમદાવાદ સેશન કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે જામની આપવાની મનાઇ ફરમાવી છે. અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ પ્રથમદર્શીય ગુનો બનતો નથી, અને ખોટી ચાર્જશીટ બનાવી ખોટા આરોપ લગાવી ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે. આક્ષેપો ખોટા છે, રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવે…

ત્યારે આરોપીઓના જામીન નામંજૂર કરવા કોર્ટમાં દલીલ કરવામાં હતી કે, ફરિયાદીના પુત્રને સમાધાન માટે ધમકીઓ આપવામાં આવે છે. આરોપીઓ વિરૂદ્ધ પ્રથમદર્શનિય ગુનો છે, ફરીયાદી તથા ફરીયાદીના વકીલ પુત્રને અવાર નવાર ધમકીઓ આપતા હોય છે. જો જામીન આપવામાં આવે તો આરોપીઓ ફરિયાદી તથા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી જાનમાલને નુકસાન પહોંચાડે તેવી પુરેપુર શક્યતાઓ છે. વધુમાં દલીલમાં જણાવ્યું હતું કે ઇજા પામેલ ફરિયાદી પથારીવશ છે, પોતાની દિનચર્યા કરી શકતા નથી, આરોપીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે જે મુજબ જામીન મામંજૂર કરવામાં આવે. ત્યારે બંન્ને તરફથી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના જામીન આપવાની મનાઇ ફરમાવી છે.

આ પણ વાંચોઃ Brutal attack: આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણ શખ્સોએ આધેડ પર કર્યો ઘાતકી હુમલો, ત્રણ વ્યક્તિ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ

Whatsapp Join Banner Guj