Bharat Solanki

Bharat singh solanki statement: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકીએ કર્યો મોટો દાવો, કહ્યું-કોંગ્રેસ 125…

Bharat singh solanki statement: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની એકતરફી જીત થશે તેની મને ખાતરી છે: ભરત સોલંકી

ગાંધીનગર, 05 ડીસેમ્બર: Bharat singh solanki statement: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં હવે આજે અનેક નેતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતુ. જેમાં કોઈ નેતાએ પોતાની 102 વર્ષના માતાના ચરણ સ્પર્શ કરી જીતની આશા સાથે મતદાન કર્યું તો કોઈ નેતા ઢોલનગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

આણંદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું હતું. આજે સવારે દેદરડા ગામના સ્થાનિકો સાથે રહી મતદાન કર્યું. આ દરમ્યાન ગામ લોકો દ્વારા ફૂલહાર પહેરાવીને ભરતસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભરતસિંહ સોલંકીએ વધુને વધુ મતદાન કરવા માટે કરી અપીલ કરી છે.

ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની એકતરફી જીત થશે તેની મને ખાતરી છે. આ સાથે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતશે.

આ દરમિયાન સોલંકીએ ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓએ વિકાસ વિશે નથી વિચાર્યું, જનતા વિશે નથી વિચાર્યું, મોંઘવારી વિશે નથી વિચાર્યું, તેથી જ તેઓ જનતાને ગેરમાર્ગે દોરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાતની જનતા હવે બધું જોઈ અને સમજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ ગમે તે રીતે જનતાને રીઝવવાનો પ્રયાસ કરે, પરંતુ આ વખતે જનતા કોંગ્રેસને સમર્થન આપી રહી છે.

આ પણ વાંચો: Second phase voting in gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું

Gujarati banner 01