Madhu srivastava

Madhu srivastava targets BJP: મધુ શ્રીવાસ્તવે ભાજપ પર લગાવ્યો આક્ષેપ, કહ્યું- મેં 300 કરોડનું…

Madhu srivastava targets BJP: મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું, તેથી જ મારી ટિકિટ કાપવામાં આવી: મધુ શ્રીવાસ્તવ

ગાંધીનગર, 05 ડીસેમ્બર: Madhu srivastava targets BJP: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે પણ મતદાન કર્યું છે. તો વળી મતદાન કર્યા બાદ હવે મધુ શ્રીવાસ્તવે એક મોટું નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું, તેથી જ મારી ટિકિટ કાપવામાં આવી છે.

વોટ આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું 1995માં 27000 વોટથી જીત્યો હતો, આ વખતની ચૂંટણીમાં તેનું પૂર્ણાવર્તન થવાનું છે. શિવસેના, કરણી સેના, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને 1995ના મારી જીતના સાથી, એ તમામ ભેગા થઇ ગયા છે, તેથી નિશ્ચિત રીતે સારા માર્જિનથી મારી જીત થવાની છે.

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું 1995માં મારા દમ પર જ જીત્યો હતો તે વખતે કોઈ ભાજપ નહતું. મારી જોડે ભાજપને હું લાવ્યો છું અને ભાજપના અંદર મને બોલાવી ટિકિટ આપી હતી અને 5 વાર ભાજપમાંથી જીત્યો છું. એગ્રોનો ચેરમેન બન્યા બાદ મેં તેમાં 300 કરોડનું કૌભાંડ પકડ્યું હતું, જેમાં એમડી, મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરને મેં સસ્પેન્ડ કરી ઠરાવ કર્યો હતો કે આ લોકો પર FIR થવી જોઈએ. જો કે, પાર્ટીનું નાક કપાતું હશે, એટલે તેમને જેલ ન મોકલ્યા અને મારી ટિકિટ કાપી નાખી.

આ પણ વાંચો: Bharat singh solanki statement: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકીએ કર્યો મોટો દાવો, કહ્યું-કોંગ્રેસ 125…

Gujarati banner 01