BJP will announce the candidate list tonight: ભાજપે 16 નેતાઓના કાનમાં કહી દીધું ટિકિટ મળશે, અલ્પેશ ઠાકોર સહીતનાનું નામ આવી શકે છે લિસ્ટમાં

BJP will announce the candidate list tonight: ભાજપ આજે રાત્રે સત્તાવાર રીતે યાદી જાહેર કરશે. અત્યારે વિરોધ પણ આંતરીક જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર, 14 નવેમ્બર: BJP will announce the candidate list tonight: ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે હજું પણ 16 નામો જાહેર થવાના બાકી છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર અલ્પેશ ઠાકોર સહીતના નેતાઓને ટેલીફોનિક જાણ ટિકિટ મળવાને લઈને કરી દેવામાં આવી છે. જો કે, ભાજપ આજે રાત્રે સત્તાવાર રીતે યાદી જાહેર કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ભાજપ એક પછી એક યાદી બહાર પાડી રહી છે. પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બાકીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે. તેવામાં ભાજપ 16 ઉમેદવારોના નામો આજે મોડે સુધી કે આવતી કાલે જાહેર કરે તેવી શક્યતા છે. 

16 બેઠકોનું કોકડું ગૂંચવાયું હતું તેનો ઉકેલ લાવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે જ કમલમ ખાતે ઉચ્ચ સ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં તમામ બેઠકોનો ઉકેલ આવ્યો છે.  ભાજપના બાકી નામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને માત્ર 16 નામોની જાહેરાત થવાની બાકી છે. ત્યારે રાધનપુર, પાટણ, ગાંધીનગર, કલોલ સહીતની બેઠકોના નામો જાહેર થઈ શકે છે. 

વિરોધ વચ્ચે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડી શકે છે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ અંગે અલ્પેશ ઠાકોરને ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જો કે, બીજી તરફ અલ્પેશ ઠાકોરનો વિરોધ પણ આ બેઠક પરથી થયો હતો. 

આ પણ વાંચો..Paresh dhanani filed candidature from congress: અમરેલી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી

Gujarati banner 01